ભારત નો એક તહેવાર ની સીઝન શરૂ થઇ જવા રહી છે ત્યારે અને તેને જોવા માટે આપડે સોવ રાહ જોઈ રહ્યો શયે ત્યારે Ipl 2023 ને હવે ગણતરીના કલાકો બાકી રહી ગયાં છે અને ઓપનિંગ મુકાબલો ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાવાનો છે. ધોનીના નેતૃત્વ હેઠળની csk ટીમ સામેની સમસ્યાઓ ઘટી રહી હોય તેમ લાગતું નથી, વિશ્વના બેસ્ટ ઓલરાઉન્ડર માં ના ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સ csk ટીમને મોટો ફટકો પહોંચાડ્યો છે. તે ipl ની શરૂઆતની કેટલીક મેચમાં બોલિંગ કરી શકે તેમ નથી. તે નિષ્ણાત બેટ્સમેન તરીકે રમશે. જાણકારી પ્રમાણે સ્ટોક્સ ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણ મુક્ત થવા માટે બોલિંગ કરે તેમ નથી. સ્ટોક્સ ને ચેન્નઇ ની ટીમે ૧૬.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
સ્ટોક્સ ચેન્નઇ ની ટીમ સાથે પ્રેક્ટિસ કરે છે પરંતુ તે બેટિંગ ઉપર વધારે ધ્યાન આપે છે. નેટ્સ માં તે બોલિંગ કરતો નથી. સ્ટોક્સ ને વારંવાર ઘૂંટણમાં ઈજા થઈ છે. છેલ્લા કેટલાક સમયથી તે ઇન્ટરનેશનલ સ્તરે પણ બોલિંગ કરતો નથી. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ તેણે માત્ર નવ ઓવર નાખી હતી. આઇપીએલ બાદ ૧૬મી જૂનથી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશિઝ શરૂ થઈ રહી હોવાના કારણે સ્ટોક્સ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માગતો નથી.
આપણે સૌ જાણીએ છીએ કે આપણા અમદાવાદ માં આઈપીએલનો આગામી ૩૧ માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. ૨૦૦૮થી ૨૦૨૨ દરમ્યાન ૧૫ આઈપીએલ રમાઈ છે. પ્રત્યેક આઈપીએલની ફાઈનલનો સ્કોર અને ખેલાડીઓનું યોગદાન યાદ કરીને રોમાંચકતા તાજી કરીશું. ફૂલેશબેકમાં સરકતાં આપણને યાદ આવશે કે તેંડુલકર, દ્રવિડ, કુમ્બલે, કાલિસ, લારા, માઈકલ હસી, ગિલક્રિસ્ટ, વોટસન, ગેલ, પોલાર્ડ, ડી’વીલીયર્સ જેવા પણ રમ્યા અને ઝળક્યા હતા. તમામ ફાઈનલની ઝલક મેળવીએ.
2008 : રાજસ્થાને ચેન્નાઈને છેલ્લા બોલે હરાવ્યું
૨૦૦૮ની સૌપ્રથમ આઈપીએલમાં રાજસ્થાને ચેમ્પિયન બનતા ચેન્નાઈ સુપર કિંગ્સને ૩ વિકેટથી હરાવ્યું હતું. ફાઈનલ મુંબઈ ડી. વાય. પાટિલ સ્ટેડિયમમાં યોજાઈ હતી. સ્કોર ઃ ચેન્નાઈ ૨૦ઓવરોમાં પાંચ વિકેટે ૧૬૩ (રૈના ૩૦ બોલમાં ૪૩, પાર્થિવ પટેલ ૩૩ બોલમાં ૩૮, યુસુફ પઠાણ ૨૨/૩) હાર્યું વિરૂદ્ધ રાજસ્થાન ૨૦ ઓવરોમાં ૭ વિકેટે ૧૬૪ (યુસુફ પઠાણ ૩૯ બોલમાં ૪છગ્ગા, ૩ ચોગ્ગા સાથે ૫૬, વોટસન ૨૮) છેલ્લા બોલે વિજય પ્લેયર ઓફ મેચ યુસુફ પઠાણ, પ્લેયર ઓફ ઓફ ધ સીરીઝ : શેન વોટસન)
2009: ડેક્કને બેંગ્લોરને છ રનથી હરાવ્યું
૨૦૦૯ની આઈપીએલની ફાઈનલમાં ડેક્કન ચાર્જર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ રનથી હરાવી ટાઈટલ જીત્યું હતું. સ્કોર : ડેક્કન ચાર્જર્સ ૨૦ ઓવરોમાં છ વિકેટે ૧૪૩ (ગિબ્સ ૫૩, સાયમન્ડસ ૩૩, કુમ્બલે ૧૬૪) જીત્યુ વિરૂદ્ધબેંગ્લોર ૨૦ઓવરોમાં ૯ વિકેટે ૧૩૭ (નર્વ ૩૨, રોઝ ટેલર ૨૭, પ્રજ્ઞાન ઓઝા ૨૮/૩, પ્લેયર ઓફ ધ મેચ કુમ્બલે, મેચ જોહનિસબર્ગના વાન્ડર્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્લેયર ઓફ ધ સીરીઝ ગિલક્રીસ્ટ રહ્યો હતો.
2010 : ચેન્નાઈએ મુંબઈને 22 રનથી હરાવ્યું હતું
૨૦૧૦ ની ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને ૨૨ રનથી પરાજય આપ્યો હતો. સ્કોર ચેનાઇ સુપર કિંગ્સ ૨૦ ઓવરોમાં ૧૬૮ ૫(રૈના ૩૫ બોલમાં ૫૭, મુરલી વિજય ૨૬, ફર્નાન્ડો ૨૩/૨) જીત્યુ વિરૂદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ ૨૦ ઓવરોમાં ૧૪૬ ૯ (તેંડુલકર ૪૮, પોલાર્ડે ૨૭, જકાતી ૨૬૨) રૈના પ્લેયર ઓફ ધ મેચ, ગ્રાઉન્ડ નવી મુંબઈ, ડી.વાય. પાટીલ, પ્લેયર ઓફ ધ સીરીઝ તેંડુલકરે જિતી હતી
2011ઃ ચેન્નાઈએ બેંગ્લોરને ૫૮ રનથી હરાવ્યું
૨૦૧૧માં ચેન્નાઈ સુપર કિંગ્સે સતત બીજી વખત આઈપીએલ ચેમ્પિયન બનતા બેંગ્લોરને આસાનીથી ૫૮ રને હરાવ્યું હતું. સ્કોર ચેન્નાઈના ૨૦ ઓવરોમાં પાંચ વિકેટે ૨૦૫ (મુરલી વિજય ૫૨ બોલમાં ૪ ચોગ્ગા, છ છગ્ગા સાથે ૯૫, માઈકલ હસી ૬૩, અરવિંદ અને ગેલ ૨-૨ વિકેટ) જીત્યુ વિરૂદ્ધ બેંગ્લોર ૨૦ ઓવરોમાં ૮ વિકેટે ૧૪૭ (કોહલી ૩૫, સૌરભ ત્રિવેદી ૪૩, અશ્વિન ૧૬૩, જકાતી ૨૧ ૨: ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. મુરલી વિજય પ્લેયર ઓફ ધ મેચ અને ગેલ પ્લેયર ઓફ ધ સીરીઝ રહેલો.
2012 : કોલકાતાએ ચેન્નાઈને 5 વિકેટે હરાવ્યું
૨૦૧૨માં કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ વખત ટાઈટલ જીતતા ચેન્નાઈને પાંચ વિકેટથી હરાવ્યું હતું, સ્કોર ચેન્નાઈના ૨૦ ઓવરોમાં ૧૯૦૩ (૨ના ૩૮ બોલમાં ૭૩, હસી ૫૪) કોલકાતા ૧૯.૪ ઓવરોમાં ૧૯૨/૫ (બિલ્લા ૪૮ બોલમાં ૮૯, કાલિસ ૬૯, હિલ્સેનસ ૨૫/૨) ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. પ્લેયર ઓફ ધ મેચ બિલ્લા અને પ્લેયર ઓફ ધ સીરીઝ સુનીલ નારાયણ રહ્યો હતો.
2013 : મુંબઇએ ૨૩૨નથી ચેન્નાઈને હરાવ્યું
૨૦૧૩માં મુંબઈએ તેનું સૌ પ્રથમ ટાઇટલ જીતતા ચેન્નાઈ સુપર કિંગ્સને સહેલાઈથી ૨૩ રને હરાવ્યું હતું. સ્કોર મુંબઈ ૨૦ ઓવરમાં ૧૪૮૯ (પોલાર્ડ ૩૨ બોલમાં ૭ ચોગ્ગા ૩ છગ્ગા સાથે ૬૦ રાયડુ ૩૭, બ્રાવો ૪૨૪) જીત્યું વિરૂધ્ધ ચેન્નાઈ ૨૦ ઓવરોમાં ૯ વિકેટે ૧૨૫ (ધોની ૬૩, મલિંગા, જોહન્સ હરભજનની ૨-૨ વિકેટ) કોલકાતાના ઇડન ગાર્ડનમાં ફાઇનલ રમાઈ હતી, પ્લેયર ઓફ ધ મેચ પોલાર્ડ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ વોટસન જાહેર થયો હતો.
2014: કોલકાતાએ પંજાબને ૩ વિકેટથી હરાવ્યું
કોલકાતાએ પંજાબને ૩ વિકેટથી ત્રણ બોલ બાકી હતા ત્યારે હાર ખાપી બીજી વખત ચેમ્પિયન બનવામાં સફળતા મેળવી, સ્કોર : પંજાબ ૨૦ઓવરોમાં ૪ વિકેટે ૧૯૯ (સહા ૫ બોલમાં ૧૧૫, મનન વ્હોરા ૬૭, ચાવલા૪૪૨) હાર્યુ વિરૂદ્ધ કોલકાતા ૧૯.૩ ઓવરોમાં ૭ વિકેટે ૨૦૦ (મનિષ પાંડે ૫૦ બોલમાં ૭ ચોગ્ગા, છ છગ્ગા સાર્કે ૯૪, યુસુફ પઠાણ ૩૬, કરનવીર સિંઘ ૫૪ ૪) ચિન્ના સ્વામી સ્ટેડિયમ, બેંગ્લોરમાં આ મેચ રમાઈ હતી. મનિષ પાંડે પ્લેયર ઓફ ધ મેચ અને ઓસ્ટ્રેલિયાનો મેકસવેલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર થયો હતો.
2015 : મુંબઈનો ચેન્નાઈ સામે ૪૧ રન થી વિજય
મુંબઈએ ચેન્નાઈને સરળ રીતે ૪૧ રનથી ૨૦૧૫ની ફાઇનલમાં હરાવ્યું હતું.
સ્કોર : મુંબઈ ૨૦ ઓવરોમાં પાંચ વિકેટે ૨૦ ઓવરોમાં ૨૦૨ (સિમોન્સ ૬૮, રોહિત શર્મા ૨૬ બોલમાં ૫૦, પોલાર્ડ ૩૬, બાવો ૩૬/૨) જીત્યું વિરૂદ્ધ ચેન્નાઈ ૨૦ ઓવરોમાં ૮ વિકેટે ૧૬૧ (વેન સ્મિથ ૫૭, ૨ના ૨૮, મેકલેઘન ૨૫/૩, મલિંગા અને હરભજન ૨-૨ બોલમાં ૭૬, વિકેટ) ઈડન ગાર્ડન કોલકાતામાં રમાયેલી આ ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ રોહિત શર્મા અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રસેલ રહ્યા હતા.
2016ઃ હૈદ્રાબાદે બેંગ્લોરને 8 રનથી પરાસ્ત કર્યું
હાઈસ્કોર્ડિંગ ફાઈનલમાં હૈદ્રાબાદે બેંગ્લોરને આઠ રનથી હરાવી ૨૦૧૬નું ટાઇટલ જીત્યું હતું. સ્કોર : હૈદ્રાબાદ ૨૦ ઓવરોમાં ૭ વિકેટે ૨૦૮ (વોર્નર ૩૮ બોલમાં ૬૯, કટિંગ ૧૫ બોલમાં ૩૯, જોર્ડન ૪૫/૩) જીત્યુંવિરૂદ્ધ બેંગ્લોર ૨૦ ઓવરોમાં ૭ વિકેટે ૨૦૦ (ગેલ ૩૮ કેપ્ટન કોહલી ૫૪, કટિંગ ૩૫/૨) બેંગ્લોર ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ફાઇનલ રમાઈ હતી. બેન કટિંગને પ્લેયર ઓફ ધ મેચ અને કોહલીને પ્લેયર ઓફ ધ સીરીઝ જાહેર કરાયો હતો.
2017 : મુંબઈએ પુણેને 1 રનથી હરાવ્યું
મુંબઈએ આઈપીએલની દિલધડક મેચ કહી શકાય તેમાં પુણેને ૧૨નથી જ હરાવી ૨૦૧૭નું ટાઇટલ જીત્યું હતું. સ્કોર : મુંબઈ ૨૦ ઓવરોમાં ૮ વિકેટે ૧૨૯ (કુણાલ પંડ્યા ૪૭, ઉનડકટ, ઝામ્પા, ક્રીશ્રયનની ૨-૨ વિકેટ) પુણે ૨૦ ઓવરોમાં ૧૨૮/૬ (સ્ટીવ સ્મિથ ૫૧, રહાણે ૪૪, જોહન્સન ૨૬/૩, બુમરાહ ૨૬(૨) કુણાલ પંડ્યા હૈદ્રાબાદમાં રમાયેલી ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ, સ્ટોકસ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો.
2018ઃ ચેન્નાઈએહૈદ્રાબાદને 8વિકેટે હરાવ્યું
ચેન્નાઈએ ૨૦૧૮ની આઈપીએલનું ટાઇટલ જીતવા હૈદ્રાબાદને ૮ વિકેટથી સજ્જડ હાર આપી હતી. સ્કોર : હૈદ્રાબાદના ૨૦ ઓવરોમાં ૬ વિકેટે ૧૭૮ (યુસુફ પઠાણ ૪૫, કેપ્ટન વિલિયમસન ૪૭) હાર્યું વિરુદ્ધ ચેન્નાઈ ૧૮.૩ ઓવરોમાં ૨ વિકેટે ૧૮૧ (વોટસન ૫૭ બોલમાં ૧૧ ચોગ્ગા અને આઠ છગ્ગા સાથે ૧૧૭, (રૈના ૩૨) પ્લેયર ઓફ ધ મેચ વોટસન અને ટુર્નામેન્ટ સુનિલ નારાયણ, મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી.
2019 : મુંબઈનો બીજી વખત ૧ રનથી વિજય
૨૦૧૭ પછી ૨૦૧૯માં પણ મુંબઇએ એક રનથી વિજય મેળવી ચેમ્પિયન બનવામાં સફળતા મેળવી હતી. સ્કોર મુંબઇએ ૨૦ ઓવરોમાં ૮ વિકેટે ૧૪૯ રન કર્યા હતા. (પોલાર્ડ ૪૧, કોક ૨૯, ચાહર ૨૬-૩) જીત્યું વિરુદ્ધ ચેન્નાઈ ૨૦ ઓવરોમાં ૭ વિકેટે ૧૪૮ (વોટસન ૮૦, દુપ્લેસિસ ૨૬, બુમરાહ ૧૪-૨) ઇદ્રાબાદ મેચ રમાઈ હતી. બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ અને રસેલ ટુર્નામેન્ટ રહ્યો.
2020 : મુંબઈ સતત બીજા વર્ષે વિજેતા
દિલ્હી હાર્યું મુંબઈ એ સતત બીજા વર્ષે ટાઇટલ જીતતા આ વખતે દિલ્હીને આસાનીથી પાંચ વિકેટથી / હરાવ્યું હતું, સ્કોર (દિલ્હી ૨૦ ઓવરોમાં ૭ વિકેટે ૧૫૬ (કેપ્ટન ઐયર ૬૫, પંત ૫૬, બોલ્ટ ૩૦ ૩, નાઈલ ૨૯-૨) કાર્ય વિરુદ્ધ મુંબઈ ૧૮.૪ ઓવરોમાં ૧૫૭-૫ (રોહિત શર્મા ૬૮, કિશન ૩૩, નોર્જે ૨૫-૨) મેચ દુબઈમાં રમાઈ હતી. બોલ્ટ પ્લેયર ઓફ ધ મેચ અને આર્ચર પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો.
2021 : ચેન્નાઈએ ૨૭૨નથી કોલકાતાને હરાવ્યું ૨૦૨૧નું ટાઈટલ જીતતા ચેન્નાઈએ કોલકાતાને ૨૭ રનથી હરાવ્યું હતું. સ્કોર ચેન્નાઈ ૧૯૨-૩ (ડુપ્લેસીસ ૮૬ મોઇન અલી ૩૭ – નારાયણ ૨૬- ૨), કોલકાતા ૨૦ ઓવરોમાં ૧૬૫-૯ (ગીલ ૫૧, વેટશ ૫૦, ઠાકુર ૩૮- ૩) ડુપ્લેસીસ પ્લેયર ઓફ ધ મેચ અને હર્ષલ પટેલ (બેંગ્લોર) પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. આ ફાઇનલ દુબઈમાં રમાઈ હતી.
2022 : ગુજરાતનો એન્ટ્રી સાથે જ ૭વિકેટથી વિજય
ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને ૭ વિકેટથી હરાવ્યું હતું. રાજસ્થાને ૨૦ ઓવરોમાં ૯ વિકેટે ૧૩૦ રન જ કર્યા હતા. (બટલર ૩૯, જયસ્વાલ ૩૨, હાર્દિક પંડયા પ્લેયર ઓફ ધ મેચ ૧૭-૩) હાર્યું વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ ૧૮.૧ ઓવરોમાં ૩ વિવેકેટ ૧૩૩(ગીલ ૪૫, હાર્દિક પંડયા ૩૪) મેચ મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાઇ હતી. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બટલર (રાજસ્થાન) રહ્યો હતો.