Breaking
17 જૂન 2025, મંગળ

આજે મધ્ય – દક્ષિણ ગુજરાતમાં આગાહી સોમવારથી માવઠાની અસર થઈ શકે છે

 રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. અમદાવાદ શહેરમાં આજે ગુરુવાર રાતથી જ વાતાવરણ પલટાયું છે. શુક્રવાર સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયાં હતા. સોમવારથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ માવઠું પડવાની સંકેતો આપવામાં આવ્યાં છે.

હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, શનિવાર અને રવિવાર બે દિવસ વરસાદની શક્યાઓ નથી. પરંતુ સોમવારના રોજ સુરત, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને રહ્યા હતા.

ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે. મંગળવારના રોજ પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, આણંદ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં તેજ પવન સાથે કમોસમી વરસાદી પડવાની આગાહી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારના રોજ સવારના ૬ વાગ્યાથી શનિવાર સવારના ૬ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ, પોરબંદર અને જામનગરમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા શુક્રવાર સાંજના ૭ વાગ્યા સુધી અમદાવદ શહેરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જૉવા મળી રહ્યા હતા 

આગામી દિવસોમાં ફરી એકવાર તાપમાન વધે તેવી શક્યતા રહેલ છે જે  ભેજ જળવાઈ રહેશે તો ફરી એકવાર વરસાદ પડી શકે છે 

Leave a Reply