Breaking
17 જૂન 2025, મંગળ

ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠાના વધુ એક રાઉન્ડ ની આગાહી વચ્ચે ગરમી માં સતત વધારો થઇ રહ્યો છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠાના વધુ એક રાઉન્ડ ની આગાહી વચ્ચે ગરમી માં સતત વધારો થઇ રહ્યો છે. આજે 5 શહેરમાં ગરમીનો પારો ૩૬ ડિગ્રીને પાર થયો હતો. જેમાં ૩૭.૬ ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.

 અમદાવાદમાં પારો ૩૭ ડિગ્રીને પાર થઈ ગયો હતો. અમદાવાદમાં આગામી સપ્તાહે પારો ૪૩ ડિગ્રીએ પહોંચશે તેવી શક્યતા રહેલ છે 

૬ એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, દ્વારકા અને કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે 

આજે દિવસ દરમિયાન અમદાવાદમાં ૩૭ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧ ડિગ્રી નો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩ દિવસ માં અમદાવાદ માં મહત્તમ તાપમાનનો પારો ૩૯ ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી  સંસ્થાના મતે અમદાવાદમાં આગામી સપ્તાહે ગરમીનો પારો ૪૩ ડિગ્રીએ  પહોંચી શકે છે. આજે અમદાવાદ, રાજકોટ ઉપરાંત જુનાગઢ, પાટણ, ગાંધીનગરમાં પણ ગરમીનો પારો ૩૬ ડિગ્રીને પાર થયો હતો,

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં બુધવારથી મહત્તમ તાપમાન ચાર ડિગ્રી જેટલું વધતાં ગરમીમાં વધારો અનુભવાશે. ‘જોકે, ગરમીમાં વધારાની આગાહી વચ્ચે ફરી વખત માવઠાની સંભાવના યથાવત્ છે. 

૬ એપ્રિલના બનાસકાંઠા- સાબરકાંઠા-દ્વારકા-જામનગર-રાજકોટ- મોરબી-કચ્છમાં આગાહી કરવામાં આવી છે 

  જ્યારે ૭ એપ્રિલના અરવલ્લી-મહીસાગર-બનાસકાંઠા- સાબરકાંઠામાં ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફુંકાવાની આગાહી  ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ ની સંભાવના છે.

Leave a Reply