Breaking
17 જૂન 2025, મંગળ

ગુજરાતમાં આજથી બે દિવસ માવઠા નો વધુ એક રાઉન્ડ

 

મંગળવાર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આજથી બે દિવસ ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ની ગતિએ પવન ફૂકાવવા ઉપરાંત ગાજવીજ સાથે માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર આવતીકાલે અમદાવાદ-આણંદ-રાજકોટ-ભાવનગર- સુરેન્દ્રનગર-બોટાદ-કચ્છમાં, જયારે ગુરુવારે બનાસકાંઠા -સાબરકાંઠા-રાજકોટ-કચ્છ માં માવઠું પડી શકે છે. છેલ્લા એક મહિનામાં આઠમી વખત માવઠાની સંભાવનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાંક વિસ્તારમાં  હળવો વરસાદ પડવા ની સભાવના છે. આજે દિવસ દરમિયાન અમદાવાદનું સરેરાશ તાપમાન નોંધાયું હતું.મહત્તમ ૩૫.૭ ડિગ્રી નોંધાયું હતું. આગામી ૩ દિવસ અમદાવાદમાં ૩૬ થી ૩૮ ડિગ્રી વચ્ચે પારો રહેવા ની સંભાવના છે. રાજ્યમાં અન્યત્ર અમરેલીમાં ૩૮.૪, જુનાગઢમાં ૩૭.૩,રાજકોટમાં ૩૬.૮, ગાંધીનગરમાં ૩૬.૨, ભુજમાં ૩૬.૧, સુરતમાં ૩૫.૮, વડોદરામાં ૩૫.૬, ભાવનગરમાં ૩૪.૩, ડીસામાં ૩૪.૧ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતુ 

Leave a Reply