Breaking
16 જૂન 2025, સોમ

ગુજરાતમાં માવઠાનું સંકટ યથાવત્ વધુ એક રાઉન્ડની આગાહી

 ગુજરાતમાંથી માવઠાનું સંકટ દૂર થવાનું જાણે નામ જ લઇ રહ્યું નથી. હવામાન વિભાગ દ્વારા હવે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રવિવારે ડાંગ-નર્મદા-તાપીમાં ૪૦ કિમીની ગતિએ પવન ફૂંકાવવા સાથે વરસાદ પડી શકે છે
હવામાન જણાવ્યા મુજબ ‘રવિવારે ડાંગ-નર્મદા-તાપી જ્યારે ગુરુવારે સુરત- ડાંગ-તાપી-નવસારીમાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે. ગરમીની વાત કરવામાં આવે તો આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નથી. અલબત્ત, આ પછીના ૩ દિવસમાં મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. ‘ માવઠાના વધુ એક રાઉન્ડની સંભાવનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માર્ચ મહિનામાં પણ ૧૦ દિવસ રાજ્યના અનેક સ્થળોએ માવઠાથી પાકને નુકસાન પહોંચ્યું હતું. આજે અમદાવાદમાં ૩૯.૩ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧ ડિગ્રીનો ઘટાડો થયો હતો. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં એપ્રિલના અંત સુધી  તાપમાન ૪૧ ડિગ્રીથી વધવાની સંભાવના નહિવત્ છે. ૧-૨ મેના અમદાવાદ માં  માવઠાની પણ સંભાવના છે. રાજ્યમાં અન્યત્ર આજે દિવસ દરમિયાન પાટણમાં ૪૦.૫, ભુજમાં ૩૯.૭,રાજકોટમાં ૩૯.૫, ગાંધીનગરમાં ૩૮.૫, વડોદરામાં ૩૮.૪,ડીસામાં ૩૮, અમરેલીમાં ૩૭.૮, જુનાગઢમાં ૩૭.૧, સુરતમાં ૩૬.૮, ભાવનગરમાં ૩૬.૪ ડિગ્રી સરેરાશ  મહત્તમ તાપમાન નોંધાયું હતું.
મધ્ય ભારત સહિત અનેક સ્થળે વરસાદના એંધાણ 
હવામાન વિભાગે આગામી અઠવાડિયા માટે વાતાવરણ કેવું રહેશે તે અંગે આગાહી કરી છે. આ પૂર્વાનુમાન અનુસાર આગામી સપ્તાહે દેશના કેટલાક વિસ્તારોને ગરમીથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર પૂર્વ ભારતમાં આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળી શકે છે. શુક્રવારે દેશના ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાન લગભગ ૩૬-૩૯ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આગામી ૪-૫ દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં તાપમાનમાં ખાસ અંતર જોવા નહીં મળે અને ગરમીથી થોડી રાહત મળશે. ઉત્તર-પૂર્વ ભારતમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાના અણસાર છે. કેટલાક સ્થળોએ જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે. અરુણાચલપ્રદેશ, આસામ, મેઘાલયમાં શનિવારે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ હતી.
આ વિસ્તારો વરસાદથી ભીંજાશે હવામાન વિભાગ અનુસાર મધ્ય ભારતના કેટલાક વિસ્તારો જેવા કે મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશામાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. છત્તીસગઢ, ઓડિશા, બિહાર અને વિદર્ભના કેટલાક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પણ થઈ શકે છે.

ગુજરાત માં જૂનાગઢ, વંથલી પંથકમાં તોફની ૧. ખાંભામાં અડધો ઈંચ, જાફરાબાદ અને વડિયામાં ઝાપટા પડયા,
શાપર, નાના કાજલિયાળા, બંઘડા, કણજા, સાંતલપુર, નરેડીમાં કમોસમી વરસાદથી તારાજી સર્જાઈ છે 
જૂનાગઢ અને વંથલી પંથકમાં આજે બપોર બાદ વરસાદી માહોલ બંધાયો હતો. બપોરના ૪ વાગ્યાની આસપાસ અચાનક જ વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે વરસાદ પડતાં ભારે તારાજી સર્જાઈ હતી. બાગાયતી પાકોમાં નૂકસાન થવા પામ્યું છે.તેમજ ખાંભાં પંથકમાં અડધો ઈંચ અને જાફરાબાદના તથા વિડયાના અમુક ગામોમાં ઝાપટા પડયા હતા.
આજે બપોર બાદ જૂનાગઢ શહેરમાં એકાએકા વરસાદી માહોલ બંધાયો હતો. અને બપોરનાં ૪ વાગ્યાની આસપાસ અચાનક જ ભારે પવન સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. ત્યારે શહેરનાં અમુક વિસ્તારોમાં છાંટા તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડચો હતો.
શહેરનાં સ્વામિનારાયણ મંદિરથી, ટીંબાવાડી, મધુરમ અને વાડલા લટક સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં રોડ-રસ્તાં પર પાણી ભરાય ગયાં હતા. તેવામાં હાલમાં ચાલી રહેલી ભુગર્ભ ગટરીની કામગીરીને
લઈને વરસાદી પાણી ભરાતાં લસરપટ્ટી રોડ બન્યાં હતાં. રસ્તા ઉપર વરસાદી પાણી ભરાય જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે શહેરનાં અમુક વિસ્તારોમાં માત્ર છાંટા જ પડ્યાં હતાં. આમ સાંજનાં સમયે શહેરમાં ઘૂંટો છવાયો વરસાદ પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉંચક્યો છે. તેથી તામપાનમાં વધારો થતાં અસહ્ય ગરમીથી લોકોનાં જીવન પર અસર જોવા મળી હતી. ત્યારે શહેરમાં શહેરીજનોને આંશીક રાહત મળી
હતી. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જિલ્લાનાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાથી લઈ અડધાથી એક ઇંચ વરસાદ નોંધાયો છે.
ખાંભા ગીરના ગામ્ય પંથકનાં કાતરપરા,જીવાપર સહિત ગામોમાં આજે ઝાપટાથી લઈને અડધો ઈંચ જેટલો મોસમી વરસાદ પડયો હતો. આ કમોસમી વરસાદથી કેરી તથા ઉનાળુ બાજરી, તલ સહિત પાકને નુકશાન થયુ હતુ. તેમજ જાફરાબાદનાં સરોવડા, કંથરીયા, ભટ્ટવદરમાં, રાજુલાનાં હિંડોરણા, છતડીયા, ખાખબાઈ અને વરસાદ પડતાં ગરમીથી અકળાયેલાવિડયા તાલુકાનાં મોરવાડા, બરવાળા બાવળમાં ઝાપટા પડયા હતા.
બા
રાજ્યના વિવિધ વિસ્તારમાં આજે મહત્તમ તાપમાનનો પારો સામાન્ય વા ઊંચકાયો હતો. બીજી તરફ શનિવારના મી રોજ રાજ્યના કેટલાક શહેરોમાં ઓ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. નો અમદાવાદ શહેરમાં પણ મોડી સાંજે વાદળો ઘેરાયાં હતા. કંડલામાં તાપમાન ઊંચકાઈને ૪૦ ડિગ્રીએ પહોચી ગયું હતું. અમદાવાદમાં ૩૯.૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૯ અને ડીસામાં ૩૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી તરફ હવામાન ખાતા દ્વારા ફરી વરસાદના સંકેતો આપવામાં આવ્યા છે. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બુધવારના રોજ દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં હળવા કમોસમી વરસાદ પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા, ડાંગ, નર્મદા, તાપી, જુનાગઢ. અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છ પંથકમાં આજે શનિવાર સવારના ૬ વાગ્યાથી રવિવાર સવારના ૬ વાગ્યા સુધીના વિતેલા ૨૪ કલાક દરમિયાન હળવા વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં ,

Leave a Reply