ચોમાસામાં સંભવતઃ વાઝડી, પૂર, વીજળી સ્થળાંતર સહિતના મુદ્દે તંત્ર એલર્ટ મોડમાં
વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરીને જરૂરી સૂચના અપાઈ
ચોમાસા પહેલાં વિવિધ વિભાગોએ કરવાના કાર્યોની વિગતવાર સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાંની કામગીરી ખાસ કરવા જણાવ્યું હતું. સંબંધિત વિભાગના અધિકારીઓને એલર્ટ રહેવા કલેકટ૨ે તાકિદ કરી હતી.
જિલ્લા કલેકટ૨એ પ્રિ-મોન્સુનની તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરોને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન થયેલ હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત સ્થળો ચકાસવા, જી.ઇ.બી., પાણી પુરવઠા, સિંચાઇ અને એસ.ટી. વિભાગ સાથે સંપર્કમાં રહેવાં તથા ટેલિફોન નંબરો અપડેટ કરી જિલ્લાના શરૂ કરવાના કંટ્રોલ રૂમ શરૂ કરવાં જણાવ્યું હતું.
જિલ્લામાં આવેલી નહેરોની સફાઇ આ અંગે થયેલ કામગીરીની વિગત પણ સંબંધિત અધિકારી પાસે મેળવી હતી. તેમજ કેનાલ – રસ્તાના બાંધકામના તૈયારીઓ માટે જિલ્લાના મામલતદારો,કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ બનતાં હોય તેવા અવરોધોનો તાત્કાલિક નિકાલ કરવાં, ઝાડી- જણાવ્યું હતું. ઝાંખરાને તાત્કાલિક અસરથી દૂર અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યુટી મોરાવવાં, વરસાદી પાણીના નિકાલમાં તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતરક્ચરાથી અવરોધ ઉભો થયો હોય તો તે દૂર કરાવવાં પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રોગચાળો ન ફ્લાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓના પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાં પણ સૂચના આપી હતી. જી.ઇ.બી. દ્વારા વીજ પુરવઠો જાળવી રાખવાં, વાવાઝોડાના કારણે પડી ગયેલ ઇલેકટ્રીક થાંભલા ઉભાં કરવાં તેમજ વીજ પૂરવઠો પૂર્વવત થાય તે માટે તમામ વ્યવસ્થાની તૈયારીઓ કરવા જણાવ્યું હતું.
મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીઓને ચોમાસામાં વધુ વરસાદ કે વાવાઝોડાની સ્થિતિમાં જે.સી.બી. મશીન, બુલડોઝર, પાણીના ટેન્કર તેમજ મજૂરો તૈયાર રાખવાં, સહિતની તૈયારીઓ રાખવાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આશ્રયસ્થાનો માટે ઉપયોગમાં લેવાની શાળાઓના મકાનની ચકાસણી કરવા અને શાળાઓમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવા પણ કલેકટરે જણાવ્યું હતું.
જિલ્લા પુરવઠા અધિકારીને જિલ્લામાં સ્થળાંતર થયેલ અસરગ્રસ્તોને આશ્રય સ્થાનો, ઉપર ફુડ પેકેટ મળી રહે તે માટેની વ્યવસ્થા સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનથી ગોઠવવાં પ્લાન તૈયાર કરવાં સૂચનાઓ આપી હતી.