રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. સુક્રવાર ના રોજ અમરેલી, કંડલા અને કેશોદમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી નોંધાતા લોકો કાળઝાળ ગરમીમાં રીતસરના શેકાયા હતા.અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૪૦.૭ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭.૪ ડિગ્રી નોંધાયુ હતુ. આમ શહેરમાં રાત્રિનું તાપમાન હાલની સ્થિતિમાં નોર્મલ તાપમાનની સરખામણીએ ૩.૪ ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે જેના કારણે રાત્રે ઉકળાટ-બફારો વર્તાઈ રહ્યો છે. આ સિવાય રાજકોટમાં ૪૦.૬ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૦.૩ અને વડોદરામાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદ સહિત રાજ્યભરમા દિવસનું મહત્તમ તાપમાન ઉચકાવાની સાથે સાથે લઘુત્તમ તાપમાન ઉચકાતા રાત્રે બફારો વધવા લાગ્યો છે. ઉકળાટના કારણે લોકો પરસેવે રેબઝેબ થવા લાગ્યાં છે.
રાજધાની દિલ્હી સહિત દેશભરમાં ગરમીનો પારો ઝડપથી ઊંચો જઇ રહ્યો છે. પ્રચંડ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. દેશના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન ૪૦થી ૪૪ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાને કારણે લૂની સ્થિતિ સર્જાઇ છે. તેને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળમાં ૨૨ એપ્રિલ, ત્રિપુરામાં ૨૩ અને મેઘાલયના શિલોંગમાં ૨૧ એપ્રિલ સુધી સ્કૂલો બંધ રાખવાના આદેશ કરાયા છે. રાજધાની દિલ્હીમાં ૪૦.૪ ડિગ્રી સે. સાથે સતત ચોથા દિવસે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર રહ્યું. ઉત્તરપ્રદેશના હમીરપુર અને પ્રયાગરાજમાં ૪૪.૨ ડિગ્રી સે. મહત્તમ તાપમાન નોંધાયું. પશ્ચિમ બંગાળના બાંકુરામાં મહત્તમ તાપમાન ૪૩.૭ ડિગ્રી અને પાટનગર કોલકાતામાં ૪૦ ડિગ્રી સે. નોંધાયું.
હરિયાણા અને પંજાબના ઘણાખરા ભાગોમાં પણ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સે.થી ઊંચું રહ્યું હતું. હરિયાણાના હિસારમાં ભીષણ ગરમી પડી રહી છે, જ્યાં ૪૧.૪ ડિગ્રી સે. અને કરનાલમાં ૪૦.૭ ડિગ્રી સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનમાં ચિત્તોડગઢ સૌથી ગરમ રહ્યું, જ્યાં ૪૩.૨ ડિગ્રી સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે કોટામાં મહત્તમ તાપમાન ૪૨.૮, બાંસવાડામાં ૪૨.૭, ફલોદીમાં ૪૨.૨, ધૌલપુરમાં ૪૨, અલવર અને સવાઇ દેશમાં વધતુંતાપમાન, બ્લેકઆઉટ અનેહીટ સ્ટ્રોકનું જોખમ વધ્યું છે
ભારતના ઘણા શહેરોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે અને હવામાન વિભાગે લૂની ચેતવણી જારી કરી દીધી છે એવામાં બ્લેકઆઉટનું જોખમ પણ વધતું જણાય છે. વધતી ગરમીના કારણે હીટ સ્ટ્રોકના બનાવો પણ સામે આવી રહ્યા છે. દેશના ઘણા ભાગોમાં તાપમાન સરેરાશથી લગભગ પાંચ ડિગ્રી સે. વધુ રહેતા હવામાન વિભાગે હરિયાણા, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશા સહિત ઘણા ક્ષેત્રો માટે લૂની ચેતવણી જારી કરી છે.
માધોપુરમાં ૪૧.૭, ટોકમાં ૪૧.૪, ચુરુ અને પિલાનીમાં ૪૧.૪ અને જયપુરમાં ૪૦ ડિગ્રી સે. મહત્તમ તાપમાન રહ્યું હતું. ઓડિશાના બારીપાડા અને ઝારસુગુડા ૪૪.૨ ડિગ્રી સે. તાપમાન સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યા હતા. હવામાન વિભાગે બુધવારથી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદના પગલે દેશના તે ભાગોમાં તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.હવામાન લાઈવ