Breaking
16 જૂન 2025, સોમ

દેશ માં સરેરાશ સોમાસુ 94% ટકા રહશે

 દેશનાં અનેક રાજ્યોમાં હીટવેવને કારણે લૂ તેમજ ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે. લાખો લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે ત્યારે ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. તેનાં જણાવ્યા મુજબ આ વર્ષે સંભવતઃ અલ નિનોના દરિયાની સપાટી પર વહેતા ગરમ હવાના પ્રવાહો ચોમાસાની ગતિવિધિને ખોરવી શકે છે. આ વર્ષે અલ નિનો ચોમાસા પર તેની અસરો જન્માવે તેવી સંભાવના છે. અલ નિનોની સંભવિત અસરો નબળા ચોમાસાના સંકેતો આપે છે. સ્કાયમેટના હવામાન શાસ્ત્રી ઓ એ જણાવ્યું હતું કે, આગામી ચોમાસું સામાન્ય કરતા નબળું રહી શકે છે. ખાસ કરીને લાંબા ગાળાની સરેરાશ (LPA)ને ૫ ટકા વધતા ઓછા અંશે ચોમાસામાં ૯૪ ટકા વરસાદ પડી શકે છે. આમ જુલાઈથી સપ્ટેમ્બરમાં ચોમાસાની ૪ મહિનાની મોસમમાં સરેરાશ ૮૬૮.૬mm વરસાદ પડવાની સંભાવના છે. અલ Good people to bank with નિનો સિવાય આગામી ચોમાસાને પ્રભાવિત કરનારું બીજું પરિબળ હિંદ મહાસાગર ડીપોલ (IOD) છે. જો IOD મજબૂત હશે તો તે અલ નિનોની ખરાબ અસરને ઓછી કરી શકે છે. હાલના તબક્કે આઈઓડીની અસર ન્યૂટ્રલ છે. જો કે ચોમાસાની શરૂઆતમાં તે મધ્યમ રીતે સકારાત્મક અસરો જન્માવી શકે છે. અલ નિનો અને આઈઓડીની અસરોનો નિયંત્રણ બહારનો તબક્કો વરસાદ પડવામાં મોટા ફેરફારો લાવી શકે છે. આને કારણે ક્યાંક અનિયમિત વરસાદ પડે તો ક્યાંક વધારે કે ઓછો વરસાદ પડી શકે છે. ચોમાસાનો બીજો તબક્કો વધુ અસાધારણ રહી શકે છે. જે અનેક સ્થળે વરસાદની અનિયમિતતા સર્જી શકે છે.

જુલાઈ-ઓગસ્ટમાં ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં અનિયમિત વરસાદ

સ્કાયમેટ ની ધારણા મુજબ દેશનાં ઉત્તર તેમજ મધ્ય ભાગના રાજ્યોમાં ઓછો વરસાદ પડવાનું જોખમ છે. ચોમાસાનાં મહત્ત્વના જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં વરસાદની અનિયમિતતા રહેશે. ચોમાસાના બીજા તબક્કામાં ઉત્તર ભારતનાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ જેવા કૃષિલક્ષી રાજ્યોમાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે.

મે મહિના સુધી હીટવેવની આગાહી

દેશના હવામાન ખાતાએ માર્ચથી મે મહિનામાં મધ્ય ભારત, ઉત્તર પશ્ચિમ ભારત સહિત દેશનાં અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી કરી છે જેને કારણે સામાન્ય કરતા વધુ ગરમી પડશે જેને કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠશે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં વધુ ગરમીને કારણે ઘઉંના પાકને માઠી અસર થઈ શકે છે. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ દ્વારા ગરમીને કારણે પાકને અસર થવાથી મોંઘવારી વધી શકે છે. જેની સીધી અસર ગ્રામીણ માંગ પર થશે અને ગામડાઓમાં વપરાશી ચીજોની માંગ ઘટશે.

Leave a Reply