હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે ૧૩મીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ગાજવીજ અને પવન સાથે વરસાદની સંભાવના છે. જ્યારે આજે અમદાવાદ સહિતના મુખ્ય ચાર શહેરોમાં ૪૦ ડિગ્રી ગરમી નોંધાઈ હતી.
૪૦ કિ.મી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે
અમદાવાદ અને વડોદરા,રાજકોટ તથા સુરત સહિતના મુખ્ય ચાર શહેરોમાં આજે દિવસ દરમિયાન ગરમીનું જોર રહ્યુ હતુ. અમદાવાદમાં ખાસ કરીને બપોરના ૧૨ વાગ્યા બાદ આકરો તાપ પડતા શહેરીજનોએ ઉકળાટ અને બફારાનો અનુભવ કર્યો હતો. અમદાવાદ,વડોદરા ,સુરત અને રાજકોટમાં આજે ૪૦ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ. જ્યારે ગાંધીનગર,ભુજ અને હિમ્મતનગરમાં ૩૯ ડિગ્રી તેમજ અમરેલીમાં ૪૦ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું.સૌથી ઓછું ૩૩ ડિગ્રી મહત્તમ તાપમાન નલીયામાં નોંધાયુ હતું. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે ૧૩મીએ વલસાડ, નવસારી, સુરત તથા દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત અમરેલી અને ભાવનગર જિલ્લામાં ૪૦ કિ.મી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન અને વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડવાની સંભાવના છે.
તા. ૧૨થી ૧૯ એપ્રિલ વચ્ચે રાજ્યભરમાં હવામાન માં પલટો આવશે
આકરી ગરમી વચ્ચે આંધી-વંટોળ સાથે પ્રી-મોન્સુન વરસાદ ની આગાહી
ગરમી વધશે, નજીકના સમયમાં તાપમાન ૪૩ ડિગ્રી સુધી જવાની શક્યતા રહેલ છે
એપ્રિલ ૨૦૨૩ની ૧૨ તારીખે સૂર્ય-ગુરુ યુતિ થતાં દેશના ઘણા ભાગો માં હવામાનમાં પલટો આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. તા. ૧૨થી ૧૯ તારીખમાં ગુજરાત- સૌરાષ્ટ્ર-કચ્છના હવામાનમાં પલટો આવી શકે. તા.૧૨થી ૧૫માં ઉત્તરગુજરાત-મધ્યગુજરાત – દ.ગુજરાત માં વરસાદ નુ આગમન થઈ શકે છે- સૌરાષ્ટ્રના ભાગો માં પણ કમોસમી વરસાદ થય શકે છે, – કચ્છના ભાગોમાં પ્રી-મોન્સૂન ગતિવિધી થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.હવે ધીરે ધીરે ગરમીમાં પણ વધારો થશે. દેશના ઉત્તરીય-પૂર્વીય ભાગ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્રના વિદર્ભના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન ૪૩ ડિગ્રીએ સુધી જઈ શકે છે તેમ અંબાલાલ દા. પટેલે જણાવ્યું છે.
આગાહી મુજબ, તા. ૧૮, ૧૯ માં હવામાનમાં પલટો આવી શકે છે. તા.૨૩થી ૨૮ એપ્રિલમાં પણ પવન- આંધી સાથે રાજ્યના ભિન્ન-ભિન્ન ભાગોમાંથી પ્રિ-મોન્સૂન વરસાદ થઈ શકે છે. એપ્રિલના ત્રીજા સપ્તાહથી દેશના ઘણા ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન ૪૪ ડિગ્રી સે, જેવું થવાની શક્યતાઓ રહે. હવે રાજ્યભરમાં આકરી ગરમી પડશે તેવી શક્યતા સેવાઈ રહી છે.