Breaking
15 જૂન 2025, રવિ

વડોદરા જિલ્લા નો નક્શો, વડોદરા જિલ્લા ના જોવાલાયક સ્થળો, વડોદરા જિલ્લો, વડોદરા જિલ્લા ના તાલુકાઓ,

વડોદરા જીલ્લા ના તાલુકાઓ ૮ છે.

👉વડોદરા, સાવલી, વાઘોડિયા, પાદરા, કરજણ, શિનોર, ડભોઈ, ડેસર,

 વડોદરા જિલ્લા નુ ક્ષેત્રફળ – 4312 ચો.કિ.મી. કુલ વસતી – 41,57,568

 લિંગપ્રમાણ – 934

શિશુ લિંગપ્રમાણ – 894

વસતીગીચતા – 551

સાક્ષરતા – 81.21%

સ્ત્રી સાક્ષરતા – 74.40%

પરુષ સાક્ષરતા – 87.59%

વડોદરા જીલ્લા ની  વિશેષતા :


 👉વડોદરા “મહેલોનું શહેરે” જે એક સમયે ગાયકવાડી રાજ્યની રાજધાની હતું.

👉“ગુજરાતની સંસ્કારનગરી” તરીકે જાણીતું. વડોદરાનો “લીલો ચેવડો” અને “ભાખરવડી” જાણીતી છે.

👉કાનમ :- ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો મધ્યકાળી “રેગુર” પ્રકારની જમીન ધરાવતો પ્રદેશ કાનમ તરીકે ઓળખાય છે.

👉ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર ઈ.સ.1939માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં શરૂ કર્યું હતું.

 👉મહારાજસયાજીરાવ ગાયકવાડે વડોદરા રાજ્યમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું હતું.

👉 વડોદરાનું “મધ્યસ્થ ગ્રંથાલય” ગુજરાતનું સૌથી મોટું ગ્રંથાલય છે. વડોદરામાં ખ્રિસ્તી ધર્મનું તીર્થસ્થાન “નિષ્કલંક માતાનું ધામ” આવેલું છે.

👉વડોદરાના “ગોરજ) ખાતે ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર આવેલું છે. → ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ ‘વડોદરા મ્યુઝિયમ ઍન્ડ પિક્ચર ગેલેરી’ વડોદરામાં આવેલું છે.

 👉ગુજરાતનો સૌથી મોટો મહેલ “લક્ષ્મી વિલાસ પૅલેસ’” વડોદરા ખાતે આવેલો છે.

🌾🌾🌾🌾💫💫✨💥💥💥✨✨💫💫💫💫

વડોદરા જિલ્લાની સરહદ : → વડોદરા જિલ્લાની ઉત્તરે ખેડા જિલ્લો અને પંચમહાલ જિલ્લો, પૂર્વમાં છોટા ઉદેપુર જિલ્લો, દક્ષિણમાં નર્મદા અને ભરૂચ જિલ્લો તથા પશ્ચિમમાં આણંદ જિલ્લો આવેલા છે.

💥વડોદરા ની વિશેષતા 🌾

👉ન્યાયમંદિર પાસે મુકાયેલી શહીદ ભગતસિંહની પ્રતિમા ગુજરાતમાં ભગતસિંહની એકમાત્ર પ્રતિમા છે.

 🌾વડોદરા ખાતે 1969માં ભારતના સૌપ્રથમ પેટ્રોકેમિકલ્સ સંકુલ IPCL (Indian Petro-Chemicals Corporation Limited)ની સ્થાપના કરવામાં આવી છે.

👉આજવાઃ- આજવા પર્યટન સ્થળ તરીકે વિકાસ પામ્યું છે. વિશ્વામિત્રી નદી પરના આજવા ડેમમાંથી વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે..

👉કાયાવરોહણ :- મૂળ નામ ‘કારવણ’ પાશુપત સંપ્રદાયના અને શિવના અવતાર એવા ભગવાન લકુલિશનું મંદિર આવેલું છે. ભગવાન લકુલિશને શિવના 28મા અવતાર માનવામાં આવે છે. શ્રી કૃપાલાનંદજી સ્વામીએ આ મંદિરનો પુનરોદ્ધાર કર્યો છે.

👉ડભોઈ :- પ્રાચીન નામ “દર્ભાવતી’

👉 દયારામની કર્મભૂમિ (દયારામનો જન્મ – ચાંદોદ) અને હીરા કડિયાની હીરા ભાગોળના કારણે જાણીતું.

👉ડભોઈમાં 13મી સદીમાં બંધાયેલ કિલ્લો જે ચાર ભાગોળ (પ્રવેશદ્વાર) ધરાવે છે. પૂર્વમાં હીરા ભાગોળ, દક્ષિણે નાંદોરી ભાગોળ, પશ્ચિમે વડોદરી ભાગોળ, ઉત્તરે મહુડી ભાગોળ. મૂળ કિલ્લો બાંધનાર દેવા શિલ્પી પણ તેનું સમારકામ કરનાર હીરા કડિયો હતો.

👉આ ઉપરાંત નાગેશ્વર તળાવ, બીબીની બગી, હીરાએ પ્રેમિકાની યાદમાં બંધાવેલ ‘તેન તળાવ’ જાણીતું છે.

👉“ગરબી’ના રચિયતા દયારામની આ કર્મભૂમિ છે. ડભોઈના તેમના ઘરમાં આજે પણ તેમનો તંબૂરો, ચશ્મા, તસવીર અને વસિયતનામો જાળવી રાખવામાં આવ્યાં છે.💫🌾🌾💥💥💫💫💫💫💫💥🌾✨✨✨✨✨✨✨✨✨

👉ચાંદોદ-કરનાળી :- “દક્ષિણનું કાશી” અને “પિતૃશ્રાદ્ધ’ માટે જાણીતું, નર્મદાકિનારે આવેલું પૌરાણિક તીર્થસ્થાન જ્યાં નર્મદા, ઓરસંગ અને કરજણનો ત્રિવેણીસંગમ થાય છે.

 ✨કવિ દયારામની જન્મભૂમિ, ચાંદોદના ચોકમાં દયારામની પ્રતિમા આવેલી છે.

✨ ચાંદોદમાં કરનાળી મહાદેવનું મંદિર, કુબેરેશ્વર મંદિર, ગરૂડેશ્વર મંદિર, દક્ષિણામૂર્તિ મંદિર આવેલાં છે.

✨કોયલી :- 1965માં સ્થપાયેલ ખનીજતેલ શુદ્ધિકરણની રિફાઇનરી સ્થાપવામાં આવી.

✨ નારેશ્વર :- નર્મદાના કાંઠે શ્રી રંગઅવધૂતનો આશ્રમ આવેલો છે. બાજવા :- 1962માં અહીં સહકારી ધોરણના એશિયાનાં સૌથી મોટાં રાસાયણિક ખાતરનાં કારખાના GSFCની સ્થાપના કરવામાં આવી. 

✨માલસર :-અહીં પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે. જ્યાં ડોંગૈરજી મહારાજે બિલીના વૃક્ષ નીચે બેસીને કથા કરી હતી.

✨મુખ્ય નદી:-વિશ્વામિત્રી, ઢાઢર, ઓરસંગ, હિરણ, ગોમા, મેસરી વગેરે. * સિંચાઈ યોજના :- વડોદરા નજીક આજવા ખાતે વિશ્વામિત્રી નદી પર બંધ બાંધવામાં આવ્યો છે.

✨ખેતી :- વડોદરા જિલ્લો કપાસના ઉત્પાદનમાં પ્રથમસ્થાન ધરાવે છે. * ખનીજ :- વડોદરા જિલ્લામાંથી કૅલ્સાઈટ ઉપરાંત ચૂનાનો પથ્થર મળી આવે છે. * ઉદ્યોગો :- વડોદરામાં “ગરમ કાપડ”નો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.

 ✨વડોદરામાં ઈ.સ.1965માં કોયલી રિફાઇનરીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ઈ.સ.1969માં ભારતના સૌપ્રથમ પેટ્રોકેમિકલ્સ સંકુલ IPCL (Indian Petro chemical coporation Ltd.)ની સ્થાપના કરવામાં આવી હતી.

🌾👉 વડોદરામાં બાજવા ખાતે ઈ.સ.1962માં GSFC (Gujarat State Fer- tilizers and Chemicals)ની સ્થાપના કરવામાં આવી હતી. જે એશિયાનું સ૨કા૨ી ધોરણનું સૌથી મોટું કારખાનું છે.

 💥વડોદરામાં ઍલેમ્બિકનું દવા બનાવવાનું કારખાનું આવેલું છે 

💥વડોદરાના વાઘોડિયા ખાતે “ગુજરાત સાઇકલ્સ લિમિટેડ”નું કારખાનું આવેલું છે.

💥રાષ્ટ્રીય રાજમાર્ગ :-🌾🌾✨

💫રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8 (નવો નંબર-48) અને રાષ્ટ્રીય ઍક્સપ્રેસ હાઈ-વે નંબર-1 પસાર થાય છે.

💥યુનિવર્સિટી/વિધાપીઠ :-🌾

👉સુમનદીપ યુનિવર્સિટી, વાધોડિયા → મહારાજા ✨સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા, વડોદરા; સ્થાપના – 1946

 ✨મંગલ ભારતી, ગોલગામડી

💥મ્યુઝિયમ/ગ્રંથાલય :- સેન્ટ્રલ લાઈબ્રેરી (મધ્યસ્થ ગ્રંથાલય), ✨વડોદરા (ગુજરાતનું સૌથી મોટું ગ્રંથાલય)

✨હંસાબેન મહેતા ગ્રંથાલય, વડોદરા

✨મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર, ડભોઈ 

✨શ્રી મુક્તિકમલ મોહલ જ્ઞાનભંડાર, વડોદરા

 💥મ્યુઝિયમ :-

 ✨વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી, વડોદરા

✨(ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ) અને  મહારાજા ✨ફતેહસિંહરાવ મ્યુઝિયમ, વડોદરા

 ✨એમ.એસ. યુનિવર્સિટી- પુરાતત્ત્વ વિદ્યા વિષયક મ્યુઝિયમ, વડોદરા 

રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર :-

✨ગુજરાત આલ્કલિઝ ઍન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL) – વડોદરા

 ✨ગુજરાત કૉમ્યુનિકેશન્સ એન્ડ ઇલૅક્ટ્રૉનિક્સ લિ.વડોદરા ✨ગુજરાત એનર્જી ડેવલપમૅન્ટ એજન્સી, વડોદરા (GEDA)

✨ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરા(GCEL)

✨ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ. (GSFC) → ઇલેક્ટ્રિકલ રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટ ઍસોસિયેશન, વડોદરા

 ✨પેટ્રોફિલ્સ કૉ-ઑપરેટિવ લિમિટેડ, વડોદરા ગુજરાત 💥✨ઇન્ડસ્ટ્રિયલ આર.ઍન્ડ ડી. એજન્સી, ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ લૅબોરેટરી, વડોદરા.

✨ઇલેક્ટ્રિકલ રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટ ઍસોસિયેશન, વડોદરા

* વાવ/ કૂવા 💥💥👉

 ✨નવલખી વાવ – વડોદરા

* કુંડ /તળાવ :-💥💥💥💥

✨મુહમ્મદ તળાવ – વડોદરા,

✨દેશપુરાનું તળાવ – પાદરા, તેન તળાવ – – ડભોઈ,

✨ડભાસા તળાવ – પાદરા,

✨આજવા તળાવ – વડોદરા,

✨નાગેશ્વર તળાવ – ડભોઈ, સુરસાગર તળાવ – વોદરા

* ડેરી 

 ✨બરોડા ડેરી- વડોદરા 

Leave a Reply