Breaking
15 જૂન 2025, રવિ

ભાવનગર જિલ્લાના ચારેક તાલુકામાં પડેલાં ધોધમાર વરસાદ થી ખેડુતો માં ખુશી ની લહેર છે, અને શહેરમાં છ દિવસના વિરામ બાદ ગત શુક્રવારે પડેલાં અનરાધાર એકાદ ઈંચ વરસાદ બાદ આજે બીજા દિવસે મેઘરાજાએ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતાં વરાપ નિકળ્યો હતો. જો કે, ગતરોજની સરખામણીએ આજે તાપમાનનો પારો ઉંચકાતાં શહેરીજનોએ બપોરે ગરમી સાથે બફારો અનુભવ્યો હતો. જો કે, આજના વિરામ બાદ રાજ્યના હવામાન હવામાન વિભાગે આવતીકાલ રવિવારથી સતત ચાર દિવસ માટે ભાવનગર શહેર અને જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવાની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલ રવિવારથી સતત ચાર દિવસ માટે ભાવનગર શહેર અને જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવાની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીના પગલે જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

લો

ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆત સારી થઈ છે. પ્રાંરંભિક તબક્કામાં જ શહેરની સાથોસાથ

જિલ્લામાં સારો વરસાદ થતાં ખેડૂતો વાવણી કાર્યમાં લાગ્યા છે. દરમિયાનમાં ગત શુક્રવારે જિલ્લાના વલ્લભીપુર, ઉમરાળા, સિહોર, મહુવા, ગારિયાધાર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં પડેલા સારા વરસાદ બાદ આજે જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે. જો કે, ગત મધ્ય રાત્રિ બાદ મહુવા અને પાલિતાણામાં વરસાદી ઝાપટું વરસ્યુ હતું. જે બાદ સવારના સમયે જિલ્લાના ગારિયાધાર અને પાલિતાણામાં સામાન્ય વરસાદી છાંટા વરસ્યા હતા. જ્યારે બાકીના દરેક તાલુકાઓમાં દિવસ દરમિયાન તડકો અને વાદળછાયું વાતાવરણ રહેતા લોકોએ બફારો અનુભવ્યો હતો.

જ્યારે, ભાવનગર શહેરમાં છ દિવસના વિરામ બાદ ગત શુક્રવારે પડેલાં અનરાધાર એકાદ ઈંચ વરસાદ બાદ આજે સતત બીજા દિવસે સવારથી થોડા સમય માટે વાદળછાયું વાતાવરણ રહેતાં આજે સતત બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન રહેશે તેવી શહેરીજનોની આશા ઠગારી નિવડી હતી. અને વાતાવરણથી વિપરિત આજે શહેરમાં દિવસ દરમિયાન ધૂપ-છાવ વચ્ચે શહેરીજનોએ અસહ્ય ગરમી અને બફારો અનુભવ્યો હતો.જ્યારે, આજે શહેરમાં વરસાદે વિરામ લીધો હતો.

શહેરમાં આજે ૧૬ દિવસ બાદ પહેલીવાર ગરમીનો પારો ૩૬ ડિગ્રીને પાર થયો છે. ગતરોજની સરખામણીએ આજે મહત્તમ તાપમાન ૧.૭ ડિગ્રી ઉંચકાઈને ૩૬.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૫.૮ ડિગ્રીએ સ્થિર રહ્યું હતું.

 શહેરમાં આજે બપોરના ૪ કલાક અરસામાં વાદયછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાતા થોડીવાર ધોપમાર વરસાદ પડશે તેવું વાતાવરણ નિર્માણ પામ્યુંhttps://newstruggle.in/2024/07/ગુજરાત-માં-પાસ-દિવસ-સુધી-ભ/ હતું પરંતુ બાદમાં વાદળો વિખેરાઈ ગયા હતા.

દરમિયાનમાં રાજ્યના હવામાન વિભાગે ભાવનગરમાં આવતીકાલ રવિવારથી આગામીતા.૧૭ને બુધવાર એસ સતત ચાર દિવસ સુધી ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ આગાહીના પદલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

Leave a Reply