Breaking
15 જૂન 2025, રવિ

ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થઇ જતાં આગામી બે દિવસ ૨૯ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા શનિવારેભારે

થી અતિ ભારે વરસાદ માટે સુરત- નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ, પંચમહાલ-દાહોદ- વડોદરા-છોટા ઉદેપુર-નર્મદા-ભરૂચ- ડાંગ-તાપી-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા-પાટણ-મહેસાણા- સાબરકાંઠા-ગાંધીનગર-અરવલ્લી-ખેડા- અમદાવાદ-આણંદ-મહીસાગર- સુરેન્દ્રનગર-રાજકોટ-પોરબંદર-જુનાગઢ-બોટાદ-દીવમાં યલો એલર્ટ જાહેર કરાઈ છે,

રવિવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં જ્યારે | સોમવારે સુરત, નવસારી, વલસાડ, | દમણ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ | માટે ઓરેન્જ એલર્ટ રહેશે. દરમિયાન | શુક્રવારે દિવસ દરમિયાન રાજ્યના ૭૫ તાલુકામાં અઢી ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં તાપીના ઉચ્છાછલમાં સૌથી વધુ અઢી ઈંચ, કુકરમુંડામાં દોઢ ઈંચ, નિઝરમાં ૧ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યારસુધી સરેરાશ ૨૦ ઈંચ સાથે મોસમનો પ૫ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ ૭૬ ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછા – ૨૯.૫૫ ટકા વરસાદનો સમાવેશ થાય છે.

Leave a Reply