Breaking
15 જૂન 2025, રવિ

મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત ૧૭ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી.

નેપાળમાં ભારે વરસાદને કારણે નદીઓમાં આવેલા પૂરે ઉત્તર પ્રદેશમાં વરસાદી કહેર સજ્યોં છે. છેલ્લા ૪-૫ દિવસથી પૂરનાં પાણી ૨૦ જિલ્લામાં ફરી વળ્યા છે. જેને કારણે ૬૦ ગામો અને ૨૦ લાખની વસ્તી પાણી વચ્ચે ઘેરાયેલી છે. છેલ્લા ૨૪ કલાકમાં યુપીમાં પૂરને કારણે વધુ ૧૦ લોકોનાં મોત થયા છે. ગોરખપુરમાં રાપ્તી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ૬૦થી વધુ ગામ પાણીમાં ડૂબી ગયા છે. અહીં ખાડામાં ડૂબી જવાથી ૩ બાળકીઓનાં મોત થયા હતા. વારાણસીમાં ગંગા નદીએ ભયજનક સપાટી ઓળંગતા ૧૫થી વધુ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નેપાળ સાથે જોડાયેલા બિહારનાં જિલ્લાઓમાં પણ પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બેંતિયા, બગહા, સીતામઢી, મધેપુરા, અરરિયા સહિત કેટલાક જિલ્લામાં પૂરનાં પાણી ફરી વળ્યા છે.

દેશનાં ૧૭ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી.

મધ્ય પ્રદેશ માં ભારે વરસાદ ની આગાહી Clickehttps://www.newstruggle.in/2024/06/13-19.html
ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી Click
રાજસ્થાનમાં ભારે વરસાદ આગાહીhttps://www.newstruggle.in/2024/06/13-19.html
ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી https://www.newstruggle.in/2024/06/13-19.html
વધુ વાંચો: મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત ૧૭ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી.

હવામાન ખાતાએ દેશનાં ૧૭ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાત, કેરળ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ગોવા, કર્ણાટક અને તામિલનાડુનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડના ચપાવતમાં જમીન ધસી પડવાથી સુખીધાંગથી મિડાર સુધીનાં રસ્તાને નુકસાન થયુ છે.

આગામી પાંચ દિવસ મહારાષ્ટ્ર, તેલંગાણા અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના.

બંગાળના અખાતમાં હવાનાં હળવા દબાણ સાથે નવી વરસાદી સિસ્ટમ સર્જાતા આગામી પાંચ દિવસ પશ્ચિમ ભારત તેમજ મધ્ય ભારતમાં તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્ર – કચ્છ, કેરળ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. લક્ષદ્વીપ, આંધ્રનાં કાંઠા વિસ્તારો, કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી તેમજ રાયલસીમામાં વીજળીનાં કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ પડી શકે છે. યુપીમાં ૨૨મી સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઓડિશા,બિહાર, પંજાબ, હરિયાણા, લદાખ, પૂર્વ રાજસ્થાન, માં મુશળધાર વરસાદ પડી શકે છે.

ચાંદી પૂરા વાયરસ શું છે. જાણવા માટે અહી ક્લિક કરો

Rating: 1 out of 5.

Leave a Reply