Breaking
16 જૂન 2025, સોમ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી જ્યારે વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને કલ્યાણપુર અને દ્વારકા પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો હોવાને કારણે જન જીવન પર અસર જોવા મળી છે. ત્યારે આજે ફરી કલ્યાણપુર ચાર કલાકમાં સવારે આઠથી ૧૨ વાગ્યા સુધી ૧૧ ઈંચ વરસાદ ખાબકતા કલ્યાણપુરના લાંબા, પાનેલી, કેશવરપુર, ટકારીયા, બાકોડી, જામ દેવળીયા સહિતના કલ્યાણપુર પંથકમાં મુશળધાર વરસાદને કારણે ગામની બજારોમાં અને થરોમાં પાણી ઘુસી જતા જનજીવન પ્રભાવિત થયું હતું.

કલ્યાણપુરના લાંબા ગામમાં કમર સુધી પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તેમજ બાકોડી તેમજ પટેલકા ગામમાં પાણીના પુર કમર સુધી પહોંચતા લોકો ભયભીત થવા લાગ્યા હતા. તેમજ લિબડી ગામમાં પાણીના પુર લોકોના ઘરમાં ઘુસી જવા ગયા હતા જ્યારે બાકોડી ગામના પાટિયા પાસે કલ્યાણપુર ભાટિયા સ્ટેટ હાઇવે રોડનં ધોવાણ થઈ તટી ગયો હતો.

તેમજ દ્વારકાથી પોરબંદર જતા નેશનલ હાઈવેના રસ્તામાં લાંબા ગામ પાસે પાણીના પુરના કારણે રસ્તો બંધ થઈ જવાની પરિસ્થિતિ નિર્માણ થતા પોલીસ તંત્ર દ્વારા વાહન વ્યવહાર ન ખોરવાય તે માટે ટ્રાફિક વ્યવસ્થા હાથ ધરીને એક સિંગલ સાઈડથી વાહનો પસાર થાય તે માટે કાર્યવાહી હાથ ધરી હતી.

પાનેલી ગામે પાણીના પુરમાં ફ્સાયેલા ત્રણ લોકોનું હેલિકોપ્ટર મારફ્ત રેસ્ક્યુ કરવા આવ્યું છે.

પાનેલી ગામમાં અચાનક વાદળો ફાટતા સ્થળ ત્યાં જળની સ્થિતિ ઉભી થઇ હતી. જેમાં પાણીના પુરને કારણે ત્રણ લોકો ફસાઈ જતા સાંસદ પુનમબેન માડમ અને કલેક્ટર ૨ જી. ટી.પંડયાના | સફળ પ્રયાસોથી પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા એરફોર્સની મદદથી રેસ્ક્યુ હાથ ધરીને ફસાયેલા ત્રણ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા તેમજ આ ઉપરાંત NDRFની ટિમ અને સ્થાનિક તંત્ર દ્વારા ટકારીયા ગામે ૪ લોકો તેમજ કેશવપુર ગામે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરીને બચાવ કામગીરી હાથ ધરી હતી.

ડેમોના હેઠાણવાળા વિસ્તારના લોકોને ન જવા અપીલ કરવા માં આવી છે.

દ્વારકા જિલ્લા અને જામનગરના સાંસદ અતિભારે વરસાદના પગલે કલ્યાણપુર સહિત જિલ્લાના લોકોને ડેમ કાંઠાના નીચાણવાળા વિસ્તારમાં ન જવા અને નીચાણવાળા વિસ્તારના લોકો સ્થળાંતર કરે તેવી અપીલ કરી હતી. અને તંત્ર સાથે સંપર્કમાં છીએ તંત્ર મદદમાં સુસજ્જ છે. દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી.પંડયા દ્વારા જણાવાયું હતું કે હાલ ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમજ કલ્યાણપુરમાં ૨ NDRFની ટિમ તેમજ મામલતદાર તેમજ જિલ્લા તંત્રની ટીમને એલર્ટ રખાઈ છે. તેમજ જિલ્લાના મોટા ભાગના ડેમો ભરાયા છે ત્યારે નીચાણવાળા વિ લોકોને ન જવા અપીલ કરાઈ છે. અધિક કલેક્ટર ભુપેશ જોટાણીયા સાથે વાતચીત કરતા જણાવાયું હતું કે હ વરસાદની આગાહીને લઈને તંત્ર સજ્જ છે તેમજ તંત્ર દ્વારા ફુડની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરિયાતમંદ ફૂડ વિતરણ તેમજ નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાતર સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.

સિહોર પંથકમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો.

સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનીઆગાહી વચ્ચે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સિહોર શહેર અને પંથકમાં પણ છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ સાથે સિહોર શહેર અને પંથકમાં અહી ઈંચ વરસાદ વરસી ગયો છે ત્યારે સિહોર તાલુકાના પરતીપુત્રો માં આનંદની લાગણી છવાઈ છે.સિહોર શહેરમાં છેલ્લાં બે દિવસથી વરસાડી માહોલ સજાયો હતો. ઝરમર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે આજે સોમવારે સવારે ૧૧ કલાકે જોરદાર વરસાદ શરૂ થતાં જ બપોરે ૨ વાગ્યા સુધીમાં ૯૪ મીમી વરસાદ નોંધાયો હતો. સિહોર શહેરમાં રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. સિહોર નાં વડલા ચોક ખાતે તો તળાવ ભરાયેલું હોય તેવું લાગી રહ્યું હતું. સિહોર ની જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. સિહોર શહેરમાં બપોરે શાળા વિધાર્થીઓ ને રજા પડતા વિધાર્થીઓ વરસાદ ની મોજ માણતાં માણતાં ઘરે જતા રહ્યા હતા. સિહોર શહેરમાં મોડી સાંજ સુધી ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો.સિહોર તાલુકાના વળાવડ, મોટા સુરકા, સોનગઢ,અમરગઢ, આંબલા રામપરી સણોસરા, કાજાવદર,જાબાળા, કનાડ, ખારી, ધ્રુપકા, ભડવી, જુના જીળીયા, મેઘવદર, કરકોલીયા, ઉસરડ, ઘાંઘળી, નેસડા, નાના સુરકા, પીપળીયા, નવાગામ મોટા, મગલાણા સહિતના આજુબાજુના વિસ્તારોમાં એક ઈંચ થી વધુ વરસાદ વરસી ગયો હતો. તળાવો, ચેકડેમાં માં નવા નીર આવક શરૂ થઈ ગઈ છે. માલઢોર ને ચરણ સારૂએવું થયું છે. ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી હતી.

ભાવનગરમાં સવા ઈંચ વરસાદ : પાણી ભરાયા.

ભાવનગર શહેરમાં હળવા-ભારે ઝાપટાનું આવન-જાવન જારી રહ્યુ હતુ આખો દિવસ દરમિયાન સવા ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે વલ્લભીપુર, ઉમરાળા અને મહુવામાં અડધો ઇંચ વરસાદ પડયાના અહેવાલ સાપડયા છે..

ભાવનગર જિલ્લાના વરસાદ ના આંકડા પર એક નજર કરીએ…

તાલુકોવરસાદકુલ વરસાદ
વલ્લભી પુર16375
ઉમરાળા 11308
ભાવનગર 31253
ઘોઘા 00215
શિહોર 64376
ગારિયાધાર 10375
પાલીતાણા 5281
તળાજા2282
મહુવા12459
જેશર 9226

દેશ ના વરસાદના આંકડા પર એક નજર કરીએ…

અમારી સાથ જોડાવા માટે નીચે ના પ્લેટ ફોમ પર જઇ શકો છો.

અમારા વ્હોટસએપ ગ્રુપ માંજોડાવા માટે અહી ક્લિક કરો
અમારા ફેસબુક પેજ ને ફોલો કરવા માટે અહી ક્લિક કરો
અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો

https://www.facebook.com/profile.php?id=100007580704928&mibextid=ZbWKwL

https://t.me/newstrugglec

Leave a Reply