Breaking
15 જૂન 2025, રવિ

ગુજરાત માં આવનારા પાસ દિવસ ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી, સૌરાષ્ટ્ર માં જલ બંબાકાર વરસાદ,

ગુજરાત માં આવનારા પાસ દિવસ ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી, સૌરાષ્ટ્ર માં જલ બંબાકાર વરસાદ,

ગુરુવારના રોજ રાજ્યનાં ૧૦૦ થી વધુ તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો. ૧૭ તાલુકા એવા હતા કે, જ્યાં ૧ થી લઈને ૮ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

બનાસકાંઠાના દાંતા તાલુકામાં સવારનાં ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીના માત્ર ૪ કલાકમાં જ ૮ ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. એ સિવાય નર્મદાના તિલકવાડા અને બનાસકાંઠાનાં વડગામમાં અઢી ઈંચ જ્યારે કુંકરમુંડા અને ઉમરપાડામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.પંચમહાલના શેહરામાં પણ અઢી ઈંચ વરસાદ પડતા અનેક સ્થળે પાણી ભરાયાં હતાં.

છેલ્લા ચાર-પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત બાદ સૌરાષ્ટ્ર-કચ્છ અને બે દિવસથી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આજે  બનાસકાંઠાનાં દાંતામાં સવાર માં ૪ કલાકમાં ૮ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા દાંતા પંથકમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

ધોધમાર વરસાદના લીધે સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગમાં પાણી ઘૂસી જતા દર્દીઓ અને સ્ટાફ મુશ્કેલીમાં મુકાયા હતો. તે ઉપરાંત દાંતાના આંતરિયાળ વિસ્તારમાંથી પસાર થતી અર્જુની નદી બે કાંઠે વહેતી થઈ હતી તેમજ કીડીમંકોડી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો.

આ સિવાય વડગામમાં અઢી ઈંચ, પાલનપુરમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત, નર્મદા, ભરૂચ, પંચમહાલ, મહેસાણા, ખેડા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, દાહોદ સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો.

 

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ પડવાની આગાહી

 

હવામાન ખાતા દ્વારા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં શુક્રવારના રોજ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ સિવાય અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાના સંકેતો આપવામાં આવ્યાં છે.

 

Leave a Reply