Breaking
16 જૂન 2025, સોમ

ગુજરાત માં આવતી કાલ થી ભારે વરસાદ ની આગાહી, આજ નું હવામાન, વરસાદ ની આગાહી, આજે આ વિસ્તાર માં ભારે વરસાદ ની આગાહી.

રાજ્યમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત બાદ આજે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધ્યું છે. જળબંબાકારની સ્થિતિ છે. આવામાં હવે સૌરાષ્ટ્રના જિલ્લા અને કચ્છમાં વરસાદનું જોર વધવાની આગહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ વચ્ચે બનેલુ ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમને કારણે 29મી સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

ઉપરાંત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થવાની વકી છે.છેલ્લા એક સપ્તાહથી ગુજરાત રાજ્યભરના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. તેવામાં ગત ચાર દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે.

હાલમાં ત્રણ સિસ્ટમને કારણે ગુજરાત પર સંકટ વરસી રહ્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વચ્ચે ડીપ ડિપ્રેશન બન્યું હતું તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે અમદાવાદથી 180 કિલોમીટર દૂર છે. હાલ આ સિસ્ટમ 7 કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહી છે.

આ સિસ્ટમ 29 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રવેશ કરશે. બીજી તરફ જેસલમેર પાસે મોન્સૂન ટ્રફ બન્યું છે તેમજ દક્ષિણ ગુજરાતમાં ઓફ ટ્રફ સિસ્ટમ બની છે. આ ત્રણેય સિસ્ટમને ધ્યાને રાખીને આવનાર બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની વોર્નિંગ દેવામાં આવી છે અને સાથે રેડ એલર્ટ પણ યથાવત્ છે.

28 ઓગસ્ટે અતિભારે વરસાદની શક્યતા છે. 29 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને જામનગર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે.

આગામી ત્રણ દિવસ પવનની ઝડપ 40થી 50 કિમી પ્રતિ કલાક રહેશે. 30 અને 31 ઓગસ્ટે પવનની ઝડપ 55થી 65 પ્રતિ કલાકની રહેશે. સર્જાયેલ ડીપ ડિપ્રેશન29 ઓગસ્ટ સુધીમાં ઉત્તર પૂર્વીય અરબસાગર એટલે કે, કચ્છના અખાત તરફ આગળ વધશે. જેથી સૌરાષ્ટ્ર- કચ્છના જિલ્લાઓમાં અસાધારણ વરસાદ વરસી શકે છે.

આ ડીપ ડિપ્રેશન પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. જેથી સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓને ઘમરોળશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં જે ઓફ શોર ટ્રફ સક્રિય હતું તે આજે પણ યથાવત્ છે તથા મોન્સૂન ટ્રફ ઉત્તર ગુજરાત પર સક્રિય છે જે ડીપ ડિપ્રેશન સાથે ભળીને મધ્ય ગુજરાત અને આસપાસના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું કારણ બનશે.

Leave a Reply