ગુજરાતમાં વરસાદની ગતિ ફરીથી ધીમી પડી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં માત્ર વરસાદી ઝાપટાં પડ્યા છે. આ દરમિયાન રાજ્યમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં 21-22 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ અનુસાર, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
અંબાલાલ પટેલે ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ પછી રાજ્યમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. તેવામાં બે બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે અરબ સાગરમાં 20મી ઑગસ્ટે સિસ્ટમ સક્રિય થતાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા કર્ણાટક સુધી વરસાદ લાવી શકે છે. બીજી તરફ, બંગાળના ઉપસાગરમાં 25થી 30 ઑગસ્ટ સુધીમાં સિસ્ટમ સક્રિય થવાથી તેની અસર ગુજરાતમાં જોવા મળશે.

ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી વરસાદ જે રીતે ગાયબ થઈ ગયો છે, તેની હજી સુધી પધરામણી થઈ નથી. ત્યારે હવે નવી આગાહીથી કદાચ રાહત મળી શકશે.
હાલ તો આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ એલર્ટ નથી. માત્ર આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. પરંતું હવામાન વિભાગે જે લેટેસ્ટ અપડેટ આપ્યા છે તે ખુશીના છે.
હવામાન વિભાગે જણાવ્યુ કે, ૨૧ ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. આ રાઉન્ડ ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ લઈને આવશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ૨૧ ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે.
નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો રહેશે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી ૫૧૩ દ્રઢ વરસાદ સામે ૫૩૬ દ્વંદ્વ વરસાદ નોંધાયો છે.
હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે. હાલ અરબી અને બંગાળની ખાડી સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. ગુજરાત પર વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી.
૧૭-૧૮ ઓગસ્ટએ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય બનશે. જેમાં ૧૭થી ૨૧ ઓગસ્ટ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. ૧થી ૩ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે.
૨૨થી ૩૦ ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એકલો પ્રેશર બનશે. તેમણે આગાહી કરી કે, ૨૫ ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે.
સપ્ટેમ્બર ૭ તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. ૨૪ ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે, ટ્રાયકોકાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમણે ખેડૂતને પેસ્ટિસાઈડ ન છાંટવી હોય તો પ્રકાશ પીંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ આપી છે.
- #gujaratifactvidiyo
- #ફેકટ વીડિયો
- 3 चंद्रयान-3
- AI update
- Blog
- Festival
- It stick
- market live
- News update
- Sarkari bharti
- Sarkari yojana part 1
- Today
- Web series
- ऑनलाइन पैसे कमा ने की जानकारी हिंदी में
- આજ નાં ચેર બજાર ભાવ 2023
- આજ નાં બજાર ભાવ
- આજ નો સવિચાર
- આજ નો સુવિચાર
- ગુજરાત ના જિલ્લા
- ગુજરાત ના જોવાલયક સ્થળો
- જાણવા જેવુ
- ફેકટ વિડિયો
- ભકિત
- ભક્તિ
- સરકારી યોજના
- હવામાન
- હેલ્થ ટિપ્સ
- બ્રહ્માંડનો સૌથી મોટો તારો જેમાં ૧૦ અબજ સૂર્ય સમાઈ શકે છે.
- બે ઉપગ્રહોનું અંતરિક્ષમાં સફળ ડૉકિંગ કરવામાં આવ્યું, ઈસરોએ ઈતિહાસ રચ્યો.
- મકરસક્રાંતિ શનિવારે MNP ધમાકેદાર ઓફર, તારીખ 11 જાન્યુઆરી ના રોજ તમારાં નબર ને બદલ્યા વિના mnp કરવો અને સારી ઓફર નો લાભ મેળવો માત્ર એક દિવસ માટે. જય ગરુદેવ મોબાઇલ દયાળ 9898894916
- 8 જાન્યુઆરી સિઝનનો સૌથી ઠંડો દિવસ નલિયામાં રહ્યો. ૩.૪ ડિગ્રી તાપમાન થતાં લોકો ધ્રુજ્યા ,અમદાવાદ માં 8 ડીગ્રી તાપમાન રહ્યું, સમગ્ર ગુજરાત માં શિત લહેર રહી.
- આકાશ માં ઉડતી ફ્લાઇટ મોડ વિશે રોચક રહસ્યો જાણો?ફલાઈટ મોડ વિશે તમે કેટલું જાણો છો?