Breaking
15 જૂન 2025, રવિ

આજે આપડે આજ ના હવામાન અને આવનારા દિવસો માં કેવુ રહેશે હવામાન તે વિશે વાત કરવા ના છીએ, ગુજરાત માં હાલ હવે ધીમે ધીમે ફરથી વરસાદ નું પ્રમાણ વધી જશે. ગુજરાત માં મેઘરાજા ના વિરામ બાદ સેલા બે દિવસ થી ગુજરાત માં ભાવનગર અને સુરત, નવસારી, ડાગ માં આજે જોરદાર પવન સાથે વરસાદ નોંધાયો હતો,

સૌરાષ્ટ્ર માં પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માં એક કલાક બે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવે આવતી કાલ ની વાત કરીએ તો ગુજરાત ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય માં આવતી કાલે હવામાન વિભાગે ની માહિતી મુજબ વાત કરીએ તો સૌરાષ્ટ્ર માં ભાવનગર અને અમરેલી , રાજકોટ, બોટાદ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેથી ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત માં ખાસ અમદાવાદ અને ગાંધી નગર , આણંદ, માં ભારે વરસાદ ની આગાહી કરી છે, દક્ષિણ ગુજરાત માં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ઉત્તર ગુજરાત અને કચ્છ માં ઓરેનઝ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,

ગુજરાત પર હાલ એક બે સિસ્ટમ આવી છે જેના કારણે ગુજરાત માં ભારે પવન સાથે વરસાદ ની આગાહી કરવામાં આવી છે, બંગાળ ની ખાડી માંથી બનેલી વાવાઝોડા ની સિસ્ટમ મધ્યપ્રદેશ થય ગુજરાત પર ભારે વરસાદ પડી શકે છે, જે સિસ્ટમ ગુજરાત ના દરિયા કિનારે આવતા વધુ મજબૂત બનશે જેને લીધે ગુજરાત ના દરિયા કિનારે વાવાઝોડાં સાથે ભારે આવી સકે છે,

હાલ અરબ સાગર માં એક લો પ્રેશર સક્રિય થયું છે, જે આવનારા દિવસો માં મહારાષ્ટ્ર અને ગુજરાત ના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ લાવી શકે છે. જે સિસ્ટમ આવનારા દિવસો માં વધુ મજબૂત બને તેવી શકયતા દર્શાવવામાં આવી રહી છે, જો આ સિસ્ટમ વાવાઝોડા માં ફેરવાશે તો ગુજરાત માં ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા રહેશે.

હવામાન શાસ્ત્રી આબા લાલ પટેલ ની આગાહી મુજબ વાત કરીએ તો આવનાર સાત દિવસ સુધી ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. આજ ના વીડિયો માં બચ આટલું આવતી કાલે ફરી મળીએ એક નવા વીડિયો સાથે,

Leave a Reply