Breaking
15 જૂન 2025, રવિ

ઘરમાં ઇન્ટર નેટ ની સ્પીડ કેવી રીતે વધારી શકાય, ઘર માં ખૂણે ખૂણે પહોસાડો નેટવર્ક,વાઇ-ફાઈ એક્સટેન્ડર. વાઇ-ફાઇ રિપીટર ની સ્પીડ વધારો. 4g નેટ ને 5g નેટ માં કનવેટ કરો.

આજે બધા જ ઘરો માં સ્માર્ટ ફોન વાપરતા હોય એ છીએ, અને બધા ના ઘેર લગભગ સૌના ઘરમાં વાઈ-ફાઈ કનેકશન આવી ગયા છે. મોટા ભાગે રિલાયન્સ જિઓ કે એરટેલ કે બીજી કોઈ કંપનીના કેબલ દ્વારા આપણા ઘર સુધી ઇન્ટરનેટ કનેકશન પહોંચે છે, અને ઘરમાં મુકેલા વાઈ- ફાઈ રાઉટર થી આપણે ઘરના સૌ સભ્યો પોતપોતાના સ્માર્ટફોન, ટેબ્લેટ કે કમ્પ્યૂટરમાં ઇન્ટરનેટ માટે વાઈ- ફાઈ સિગ્નલ મેળવીએ છે.

જો ઘર મોટું હોય તો ઘરના દરેક રૂમમાં બધા ખૂણેખાંચરે વાઈ-ફાઈનાં પાવરફુલ સિગ્નલ ન મળે તેવું બની શકે. એ કારણે હવે ઘણી કંપની વાઈ-ફાઈ રાઉટર ઉપરાંત વાઈ-ફાઈ સિગ્નલને ઘરના ખૂણેખૂણા સુધી પહોંચાડવા માટે વધારાનાં ડિવાઇસ પણ વેચવા લાગી છે.

આ ડિવાઈસ વાઈ-ફાઈ ‘એક્સટેન્ડર’, ‘બૂસ્ટર’ કે ‘રિપીટર’ જેવાં નામે ઓળખાય છે. ત્રણેય ડિવાઇસની કામગીરી લગભગ એકસરખી છે. પરંતુ ત્રણેયની કાર્યપદ્ધતિમાં થોડો ઘણો ફેરફાર છે.

આપણે ત્રણે ડિવાઇસ વિશે થોડું વધુ જાણીએ .

વાઇ-ફાઈ એક્સટેન્ડર.

નામ મુજબ વાઈ-ફાઈ એક્સટેન્ડર ડિવાઈસ આપણા ઘરમાં વાઈ-ફાઈ સિગ્નલની રેન્જ વધારવાનું કામ કરે છે. આ કામ તે કેબલની મદદથી કરે છે. સાદા કોએક્સિબલ કેબલ, નેટવર્કિંગ માટે વપરાતા ઇથરનેટ કેબલ કે પાવર લાઈન નેટવર્કિંગની મદદથી પણ મૂળ વાઈ-ફાઈ રાઉટરને વાઈ-ફાઈ એક્સટેન્ડર સાથે કનેક્ટ કરી શકાય છે.

આથી ઘરના ડ્રોઇંગ રૂમમાં વાઈ-ફાઈ રાઉટર મૂક્યું હોય અને બીજા કોઈ દૂરના ખૂણામાં વાઈ-ફાઈ એક્સટેન્ડર મૂકો અને બંને ડિવાઈસને કેબલથી કનેક્ટ કરો તો રાઉટરથી દૂરના ખૂણામાં પણ રાઉટર જેટલી જ સારી સ્પીડ સાથે વાઈ-ફાઈ સિગ્નલ મળી શકે છે.

આ પ્રકારના ડિવાઇસમાં કેબલનો ઉપયોગ થતો હોવાથી તમે ઇચ્છો તો મૂળ જે ઘરમાં વાઈ-ફાઈ રાઉટર મૂક્યું હોય તેની બાજુના કોઈ ફ્લેટમાં કે બાજુના બિલ્ડિંગમાં પણ વાઈ-ફાઈ એક્સટેન્ડર મૂકીને બંને જગ્યાએ એક જ વાઈ-ફાઈ કનેક્શનનો ઉપયોગ કરી શકો.

શરત માત્ર એટલી કે વાઈ-ફાઈ રાઉટર અને વાઈ- ફાઈ એક્સટેન્ડર એકબીજા સાથે કેબલથી કનેક્ટ થઈ શકવા જોઈએ.

વાઇ-ફાઇ રિપીટર

વાઈ-ફાઈ રિપીટર પણ વાઈ-ફાઈ એક્સટેન્ડર જેવું જ કામ કરે છે. ફેર ફક્ત એટલો છે કે તેને કેબલથી રાઉટર સાથે કનેક્ટ કરવું પડતું નથી. તે વાઇ-ફાઇ રાઉટરમાંથી વાઈ-ફાઈથી જ સિગ્નલ મેળવે છે અને પોતાની આજુબાજુ ફેલાવે છે.

બંને ડિવાઈસ વચ્ચે કેબલનું કોઈ કનેકશન જરૂરી ન હોવાથી તમે જેમ જરૂર હોય તેમ તેને ઘરમાં જુદા જુદા ખૂણે ફેરવી શકો. જોકે કનેક્શન માટે કેબલનો ઉપયોગ ન થતો હોવાથી કેબલ કનેક્ટેડ એક્સટેન્ડરની સરખામણીમાં કેબલ વિના કામ કરતા વાઈ-ફાઈ રિપીટરનું પર્ફોર્મન્સ થોડું નબળું રહી શકે છે.

અલબત્ત ટેકનોલોજી ડેવલપ થતી જાય ય છે તેમ તેમ વાઈ-ફાઈ રિપીટરનું પર્ફોર્મન્સ પણ સુધરતું ગયું છે.

વાઇ-ફાઇ બૂસ્ટર

તમે પોતાના ઘરમાં કે ઓફિસમાં વાઈ-ફાઈની રેન્જ વધારવા માટે વાઈ-ફાઈ એક્સટેન્ડર કે રિપીટર ખરીદવા નીકળશો ત્યારે જુદી જુદી મૂંઝવણનો સામનો કરવાનો થશે.

કારણ કે અહીં જેની વાત કરી એ એક્સટેન્ડર કે રિપીટર માટે જુદી જુદી કંપની જુદાં જુદાં નામનો ઉપયોગ કરતી હોય છે! આવું એક નામ એટલે વાઈ-ફાઈ બૂસ્ટર, જે વાઈ-ફાઈ એક્સટેન્ડર કે રિપીટર બંને તરીકે કામ કરી શકે છે.

મજાની વાત એ છે કે અમુક વાઇ-ફાઇ બુસ્ટર એક્સટેન્ડરની જેમ કેબલ સાથે અથવા રિપીટરની જેમ કેબલ વિના એમ બંને રીતે કામ કરી શકે છે.ટૂંકમાં તમારે વાઈ-ફાઈ સિગ્નલની રેન્જ વધારવીહોય તો મુખ્ય બે રસ્તા છે. કેબલથી કનેક્ટ કરાતુંડિવાઇસ અથવા કેબલ વિના કામ કરી શકતું ડિવાઇસ.અમુક ડિવાઇસ આ બંને રીતે કામ કરી શકે છે. એટલે એખરીદીએ તો આપણને બંને વાતનો લાભ મળે….

Leave a Reply