બંગાળ અને બાંગ્લાદેશ પર ચક્રવાતી તોફાન તોળાયુંઃ ભારે વરસાદ થઈ શકે,
દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ અને ઉત્તરપ્રદેશના અનેક ભાગોમાં બુધવારે વરસાદ નોંધાયો હતો. ઓડિશાના ઘણા વિસ્તારોમાં પણ પાછલા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ પશ્ચિમ બંગાળના ગંગીય ક્ષેત્ર તથા તેની સાથે સંકળાયેલા બાંગ્લાદેશની ઉપર ચક્રવાતી તોફાન તોળાઈ રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી ૨૪ કલાકમાં આ ક્ષત્રમાં હળવું દબાણ ઊભું થવાની સંભાવના છે અને આગામી પાંચ દિવસ દરમિયાન કલાકના ૩૦-૪૦ કિલોમીટરની ઝડપે હવા ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તેનો પ્રભાવ આંધ્રપ્રદેશ, રાયલસીમા અને યમનમાં પણ જોવા મળશે. બંગાળથી બાંગ્લાદેશ સુધી સાઈક્લોનિક સરક્યુલેશન ઊભું થયું હોવાના કારણે આગામી ૨૪ કલાકમાં હળવું દબાણ ઊભું થશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ તટીય આંધ્રપ્રદેશ તથા યમન પર સક્રિય છે અને રાયલસીમા પર સૌથી વધારે તેજ છે. ઉત્તરીય તથા દક્ષિણી તટીય આંધ્રપ્રદેશ, યમન તથા રાયલસીમામાં અલગ અલગ સ્થાનો પર આગામી ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી છે. આ ક્ષેત્ર પર આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની શક્યતા છે અને કલાકના ૩૦-૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે.
આધ્રપ્રદેશમાં ભારે વરસાદ : આ ઉપરાંત ઉત્તરીય અને દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ, યમન તથા રાયલસીમામાં મોટાભાગના સ્થાનો પર આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અથવા તો ગાજવીજ સાથે છાંટા પડવાનું અનુમાન છે. તટીય આંધ્રપ્રદેશના એલુરુ, ગુંટૂર, એનટીઆર જિલ્લો, પાલનાડુ, પાર્વતીપુરમ મન્યમ, શ્રીકાકુલમ જિલ્લો, રાયલસીમાના અન્નામય્યા જિલ્લો, ચિત્તુર, નંદયાલ, તિરુપતિ, વાઇઆરએસ જિલ્લામા પાછલા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ થયો હતો. આ અવધિમાં તટીય આંધ્રપ્રદેશ, યમન અને રાયલસીમામાં ઘણા સ્થાનો પર વર્ષા થઈ હતી.
