દિલ્હીમાં અઠવાડિયાના અંતથી આવતા સપ્તાહ સુધી હળવાથી મધ્યમ અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

દિલ્હી-એનસીઆર માં બુધવારે જોરદાર વરસાદ પડ્યો હતો. હાલત એવી હતી કે દિલ્હીથી એનસીઆરને જોડતા રસ્તાઓ પર પાણીમાં ગરકાવ હતા. જેને કારણે ઓફિસથી ઘરે જતા સમયે લોકોને લાંબા ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો.ત્યારે હવામાન વિભાગે રાજધાની દિલ્હી માટે ગુરુવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ભારે વરસાદને ધ્યનામાં રાખતા દિલ્હી પોલીસે એડવાઇઝરી જાહેર કરી છે.
IMDના જણાવ્યા અનુસાર, દિલ્હીની આસપાસ મોનસુન ટર્ફ રચાયું છે, તેથી આ અઠવાડિયાના અંતથી આવતા સપ્તાહ સુધી હળવાથી મધ્યમ અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ આગામી ૪-૫ દિવસ દિલ્હીમાં હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, અસમ, મેધાલય અને સિક્કિમમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તેમજ રાજસ્થાન, યુપી, હિમાચલ પ્રદેશ, હરિયાણા, એમપી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, અરુણાચલ પ્રદેશ, બિહાર, ઓડિશા, કર્ણાટક અને ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
તેમજ કેટલાક રાજ્યોમાં ઝડપી પવન ફૂંકાવાની સાથે વીજળી પડવાને લઈને પણ એલર્ટ આપવામાં આવ્યું છે.ઉત્તરાખંડમાં ફરી એકવાર વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. પ્રદેશના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા જણાવી છે.ઉત્તરાખંડમાં ગત અઠવાડિયે વાદળ ફાટતા અનેક લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
અને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અનેક લોકોના જીવ બચાવ્યા હતા. ત્યારે હવામાન વિભાગની આ આગાહીએ ચિંતા વધારી હતી.હવામાન વિભાગે બુધવારે રાત્રે દિલ્હી-દ્રઝ્રઈમાં ભારે વરસાદની આગાહી કરી હતી.
તેમજ હવામાન વિભાગે દિલ્હી તેમજ પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, સિક્કિમ અને ઉત્તરપૂર્વમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
ભારતમાં ભારે વરસાદની સંભાવના છે.તે જ સમયે, પંજાબ, પશ્ચિમ ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદ પડી શકે છે.