Breaking
16 જૂન 2025, સોમ

બીજા વિશ્વયુદ્ધ પછી રશિયામાં સૌથી મોટી ઘૂસણખોરી એક હજાર ચોરસ કિમી વિસ્તારમાં યુક્રેનિયનનો કબજો,

આજથી અઢી વર્ષ પહેલાં યુક્રેન પર હુમલો કરનાર રશિયાની સ્થિતિ કફોડી બની છે. રશિયાના સતત હુમલા વચ્ચે હાર ન માનનાર યુકેન હવે રશિયાને હંફાવી રહ્યું છે. રશિયાની અંદર પ્રવેશી યુદ્ધને અલગ મોરચા પર લાવી દીધું છે.

ગત સપ્તાહે પ્રથમ વખત યુકેનની સેના રશિયાના કુરુસ્કે ક્ષેત્રમાં પ્રવેશી હતી. હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેડલેમ્સ્કીએ કહ્યું છે. કે યુક્રેનિયન દળો તેમના આશ્ચર્યજનક હુમલા બાદ રશિયન ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે. ઝેલેન્સકીએ કહ્યું કે રશિયામાં યુક્રેનિયન સૈનિકો ઘણા કિલોમીટર સુધી આગળ વધી ગયા હતા.

અમારી સૈના દરરોજ 2થી 3 કિમી આગળ વધી રહી છે. આ સિવાય યુક્રેને કૂર્મા ક્ષેત્રમાં રાત્રે રશિયન એસયુ-34 જેટને તોડી પાડવાનો પણ દાવો કર્યો છે. ઝેલેન્સકીએ અગાઉ કહ્યું હતું કે યુક્રેને રશિયાના 74 વિસ્તારો પર કબજો જમાવ્યો છે અને 100 રશિયન સૈનિકોને પકડી લીધા છે.

યુક્રેનનો દાવો છે કે તેણે ચાર રશિયનુ એરબેઝ પર મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં રશિયાના વોરોનેઝ, કુર્સ્ક, સવાસ્લકા અને બોરીસોગલેવ્સ્ક એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ યુક્રેન પર ગ્લાઈડ બોમ્બ હુમલા કરવા માટે યુદ્ધવિમાનો દ્વારા કરવામાં આવે છે.

મંગળવારે, 24 ફેબ્રુઆરી 2022 ના રોજ શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધના 900 દિવસ પૂર્ણ થયા. અઢી વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધમાં છેલ્લું અઠવાડિયું રશિયા માટે ઘણું ખરાબ સાબિત થયું છે. પ્રથમ વખત યુક્રેને રશિયા પર વળતો પ્રહાર કર્યો છે.

ભારતે એડવાઈઝરી જારી કરી સાવધ રહેવા સલાહ,

યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ ફરી એકવાર ઉગ્ર બનતા રશિયામાં ભારતીય દૂતાવારો તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. દૂતાવાસે કહ્યું કે બેલ્ગોરોડ, ફર્સ્ટ અને બ્રાયન્ટક પ્રદેશોમાં રહેતા ભારતીય નાગરિકોએ જરૂરી સાવચેતી રાખવાની જરૂર છે.

આ સાથે, ભારતીય દૂતાવાસે કહ્યું છે કે તાજેતરની સુરક્ષા ઘટનાઓને ધ્યાનમાં રાખીને વિશેષ સુરક્ષા પગલાં લેવાની જરૂર છે. કૂસ્કે બાદ રશિયાએ અન્ય રાજ્યમાં પણ ઈમરજન્સી જાહેર કરી. બેલગોરોડ સરહદી વિસ્તારમાં યુક્રેનની સેના દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબારને કારણે બુધવારે ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરાઈ હતી. અહીંથી એક લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

  1. Hi, this is a comment. To get started with moderating, editing, and deleting comments, please visit the Comments screen in…

Leave a Reply