Breaking
16 જૂન 2025, સોમ

ભાવનગરમાં અત્યાર સુધીમાં સિઝનનો ૧૪ ઈચ વરસાદ વરસ્યો, સૌથી વધુ મહુવા તાલુકા માં વરસાદ નોંધાયો,

ભાવનગર માં રવિવાર ના રોજ શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ ૧૪ ઈંચ જ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધારે મહુવા તલિલુકમાં ૨૩ ઈંચ અને સૌથી ઓછો જેસર પંથકમાં ૧૦ ઈંચ વરસાદ નોંધાયો છે.

ગઈકાલે ભાવનગર શહેર સહિત જિલ્લાના સાત તાલુકાઓમાં વરસાદ વરસ્યા બાદ આજે ફરી મેઘરાજાએ વિરામ લીધો છે. આજે જિલ્લાના બે તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.

વરસાદના વિરામ વચ્ચે ગત રોજની સરખામણીએ આજે મહત્તમ તાપમાન ૨.૮ ડિગ્રી ઉંચકાઈને ૩૩.૬ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૦.૯ ડિગ્રી ઘટીને ૨૫.૯ ડિગ્રી નોંધાયું હતું.

આજે પવનની ઝડપ ૨૨ કિમી પ્રતિકલાકની રહી હતી, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા નોંધાયું હતું. આજે શહેરમાં તડકા અને છાંયડાવાળું વાતાવરણ રહ્યું હતું.

આજે જિલ્લાના તળાજા પંથકમાં બપોરે ૪થી ૬ કલાક વચ્ચે ૩ મિ.મી. તથા ઘોઘા પંથકભી બપોરે ૧૨થી ૨ કલાક વચ્ચે ૧ મિ.મી. વરસાદ નોંધાયો હતો. આ સિવાય જિલ્લામાં ક્યાં વરસાદ વરસ્યો નહોતો.

ભાવનગર શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ ૧૪ ઈંચ જ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધારે મહુવામાં ૨૩ઈંચ અને સૌથી ઓછો જેસર પંથકમાં ૧૦ ઈંચ વરસાદ નોંધાયો છે.

Leave a Reply