
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ઉછળી ઉંચામાં ૨૫૨૮થી ૨૫૨૯ ડોલરના મથાળે પહોંચી જતાં તેજીનો નવો રેકોર્ડ સર્જાયો હતો.
હવે ભાવ ઉંચામાં ૨૬૦૦ ડોલર થવાની શક્યતા વૈશ્વિક તજજ્ઞો બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર વધી જતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં તહેવારોના માહોલમાં તેજી આગળ વધી હતી.ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ બતી.
અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.પ૦૦ વધ્યા હતા જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.૨૫૦૦ ઉછળી રૂ.૮૫ હજાર વટાવી રૂ.૮૫૫૦૦ બોલાતા થયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૪૮૯થી ૨૪૯૦ વાળા વધી ૨૫૨૮થી ૨૫૨૯ થઈ ૨૫૨૫થી ૨૫૨૯ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈગ વધ્યાની ચર્ચા હતી. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૨૯.૦૩વાળા વધી ૨૯.૮૮ થઈ ૨૯.૮૦થી ૨૯.૮૧ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯.૫૦ના રૂ.૭૪૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૪૫૦૦ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૦૮૨૩ વાળા રૂ.૭૧૬૫૭ જયારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૧૧૦૮ વાળા રૂ.૭૧૯૪પ રહ્યા હતા.
જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૩૨૯૧ વાળા રૂ.૮૫૩૨૧ બોલાયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, આ વર્ષે બજેટમાં નાણાં પ્રધાને ઈમ્પોર્ટ ડયુટી ઘટાડી વખતે સોના-ચાંદીના ભાવ રૂ.૪થી ૫ હજાર તૂટી ગયા હતા પરંતુ ત્યારબાદ વૈશ્વિક તેજીના પગલે તાજેતરમાં ભાવ સ્પ્રિંગની જેમ ઉછળતાં ડયુટી ઘટાડાની અસર ધોવાઈ ગઈ છે અને ભાવ ફરી તેજીના પંથે પડયા હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.
વિશ્વ બજારમાં આગળ ઉપર સોનાના ભાવ વધુ વધી ઔંશદીઠ ૨૬૦૦ ડોલર થવાની શક્યતા જોતાં ઘરઆંગણે ભાવ ઉંચામાં સોનાના જીએસટી સાથે રૂ.૮૦ હજાર નજીક પહોંચી જવાની શક્યતા બતાવાઈ રહી હતી.
ચાંદી આગળ ઉપર વધુ વધી રૂ.૯૦ હજાર પર જવાની ગણતરી પણ જાણકારો બતાવતા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૯૫૦ વાળા વધી ૯૬૮ થઈ ૯૬૪થી ૯૯૫ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ ૯૩૨ વાળા વધી ૯૪૮થી ૯૪૯લ્ડોલર રહ્યા હતા.કોપરના વૈશ્વિક ભાવ આજે ૦.૩૮ ટકા પ્લસમાં હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ જો કે દબાણ હેઠળ હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૯.૭૧ વાળા નીચામાં ૭૬.૫૫ થઈ ૭૭.૭૮ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૭૬.૭૨ વાળા નીચામાં ૭૩.૫૦ થઈ ૭૪.૩૨ ડોલર બોલાઈ રહ્યા હતા.