Breaking
15 જૂન 2025, રવિ

સોશિયલ મીડિયામાં આવી રહી છે નવી AI આંધી,What’s the latest in Al?What is the current status of Al?What is the new Google Al update?What is the latest Al tool?

સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ વગેરે મેટા કંપનીનાં પ્લેટફોર્મનો આપણો ઉપયોગ થોડા સમયમાં ખાસ્સો બદલાવની શરૂઆત અત્યારે યુએસમાં થઈ ગઈ છે, આ વર્ષના અંત સુધીમાં તે કદાચ આપણા સુધી પણ પહોંચી જશે.સોશિયલ મીડિયાને કારણે અત્યારે રીલ અને રિઅલ વચ્ચેના ભેદ ભૂંસાવા લાગ્યા છે. એ વાત હવે વધુ આગળ વધશે અને થોડા સમયમાં, સોશિયલ પ્લેટફોર્મ્સ પર રિઆલિટી અને ફેન્ટસી (વાસ્તવિકતા અને કપોળ કલ્પના) વચ્ચેના ભેદ પણ ભૂંસાવા લાગશે !

થોડા સમય પહેલાં ‘ટેકનોવર્લ્ડ’માં આપણે ‘બટરફફ્લાઇસ’ નામની એક નવા પ્રકારની સોશિયલ મીડિયા એપની વાત કરી હતી. એ એપમાં કોઈ પણ વ્યક્તિ પોતાનું વ્યક્તિગત એકાઉન્ટ ખોલાવ્યા પછી મરજી પડે એટલા પોતાના એઆઇ અવતાર ક્રિએટ કરી શકે છે. આ એઆઈ અવતાર એપમાં અન્ય યૂઝર્સ સાથે કન્ટેન્ટ શેરિંગ અને ચેટિંગ કરી શકે છે – પોતાની રીતે! આમ એ એપમાં એઆઈ જનરેટેડ યૂઝર્સ અને અસલી હ્યુમન યૂઝર્સની જબરી ભેળસેળ થાય છે. એ એપ લોન્ચ થઈ તેના થોડા જ સમયમાં મેટા કંપનીના પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરેમાં મેટાની એઆઈ સર્વિસ લોન્ચ થઈ ગઈ. અત્યાર સુધી કંપનીએ આ બધા પ્લેટફોર્મ પર હ્યુમન યૂઝર્સ અને એઆઈ વચ્ચે એક સ્પષ્ટ લક્ષ્મણરેખા રાખી છે. પરંતુ ત્યારે જ આપણે વાત કરી હતી કે આ બધાં પ્લેટફોર્મ પર પણ માણસ અને મશીન વચ્ચે ભેળસેળ થવા લાગે એ દિવસો દૂર નથી.

હવે એ વાત સાચી ઠરી છે. મેટા કંપનીએ ‘એઆઈ સ્ટુડિયો’ લોન્ચ કર્યો છે, જેની મદદથી, હાલમાં ફક્ત યુએસમાં અને ફક્ત ઈન્સ્ટાગ્રામના વિવિધ પ્રકારના યૂઝર્સ પોતાનાં એઆઈ એક્સ્ટેન્શન કે એઆઈ કેરેક્ટર ડેવલપ કરી શકશે. આ ફેરફારો સાથે, આપણે કેવી દુનિયા તરફ આગળ વધી રહ્યા છીએ, એસમજવાની કોશિશ કરીએ.

  • સોશિયલ મીડિયા પર હમણાં સુધી આપણી વાતચીત ફક્ત માણસો સાથે હતી. થોડા સમયથી, તેમાં એઆઈ ઉમેરાઈ ગઈ છે.
  • પરંતુ હવે વાત આખી બદલાઈ રહી છે. હવે માણસ નહીં, એઆઈ સાથે જ ચેટિંગ અને શેરિંગ થવા લાગશે!.
  • ગયા મહિને મેટા કંપનીએ યૂઝર્સ પોતે એઆઈ જનરેટ કરી શકે તેવું ‘એઆઈ સ્ટુડિયો’ નામે નવું ફ્રી ફીચર લોન્ચ કર્યું.

ઈન્સ્ટાગ્રામથી થઈ રહી છે આંધીની શરૂઆત.

મેટા કંપનીએ હમણાં જુલાઈ મહિનાના અંતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ને ખરા અર્થમાં લોકોના હાથમાં મૂકી દીધી. અત્યારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરેમાં આપણે એઆઇનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ એ ‘એઆઈ જેવું જ કંઈક’ માત્ર પોતાના માટે ક્રિએટ કરી શક્તા નથી.હવે એવું પણ થઈ શકશે -બે રીતે.

એઆઈ સ્ટુડિયોને કારણે કોઈ ટેકનિકલ જાણકારી વિના પ લોકો પોતાની રીતે, તેમની પસંદમુજબની એઆઈ ક્રિએટ કરી, તેની સાથે પોતેચેટિંગ કરી શકશે અથવા પોતાના વતી, એ એઆઈઅન્ય લોકો સાથે ચેટિંગ કરી શકે એવું ક્રિએશનકરી શકશે. અત્યારે આ બધું ફક્ત ઇન્સ્ટાગ્રામમાંઅને માત્ર યુએસમાં લોન્ચ થયું છે. વર્ષના અંતસુધીમાં કદાચ આપણા સુધી ૫ પહોંચી જશે.

Leave a Reply