Breaking
15 જૂન 2025, રવિ

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યારસુધી ૪૨.૪૮ ઈંચ સાથે સિઝનનો સરેરાશ ૧૨૨.૨૧ ટકા વરસાદ નોંધાઈ છે. છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં નોંધાયેલો સિઝનનો આ સૌથી વધુ વરસાદ છે.

વલસાડ જિલ્લામાં સૌથી વધુ ૧૦૮ ઈંચ, ૧૧૭ તાલુકામાં ૪૦ ઈચથી વધુ: ખેરગામમાં ૧૩૫ઈચ.

આ વખતે અત્યારસુધી ૧૧૭ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ, ૧૧૪ તાલુકામાં ૨૦ થી ૪૦ ઈંચ, ૨૦ તાલુકામાં ૧૦ થી ૨૦ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાલુકા પ્રમાણે નવસારીના ખેરગામમાં સૌથી વધુ ૧૩૫ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં ૩૫ ઈંચ સાથે સરેરાશ ૧૮૩.૩૨%,, ઉત્તર ગુજરાતમાં ૩૦.૩૫ ઈંચ સાથે સિઝનનો ૧૦૫.૬૩%, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૩૭.૬૪ ઈંચ સાથે સરેરાશ ૧૧૮%, સૌરાષ્ટ્રમાં ૩૭.૪૬ ઈંચ સાથે સરેરાશ ૧૨૯% જ્યારે દક્ષિણ ગુજરાતમાં ૭૩.૦૧ ઈંચ સાથે સરેરાશ ૧૨૪.૩૦% વરસાદ નોંધાયો છે.

ગુજરાતના જે જિલ્લામાં આ વખતે ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે તેમાં ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, પાટણ, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરનો સમાવેશ થાય છે.

ગુજરાતના ૧૦ જિલ્લામાં આગામી ૩ દિવસ યલો એલર્ટ.

ગુજરાતના ૪૬ તાલુકામાં આજે દોઢ ઈંચ સુધી વરસાદ પડયો હતો. આજે વલસાડના વાપીમાં સૌથી વધુ ૧.૬૧ ઈંચ, છોટા ઉદેપુરના નસવાડીમાં ૧.૫૦ ઈંચ, તાપીના વાલોદ- ડોલવણમાં ૧૩૦ ઈંચ, ખેડાના ઠાસરા, વલસાડના પારડી-કપરાડામાં ૧ ઈંચ વરસાદ પડયો હતો.

હવામાન વિભાગ દ્વારા મંગળવારે છોટા ઉદેપુર-નર્મદા- વલસાડ-દમણ-દાદરા નગર હવેલી, બુધવારે અરવલ્લી-પંચમહાલ-દાહોદ- મહીસાગર-છોટા ઉદેપુર-નર્મદા, ગુરુવારે પંચમહાલ-દાહોદ, વડોદરા- છોટા ઉદેપુરમાં ભારે વલસાડ માટે યલો એલર્ટ જાહેર કરાઇ છે.

Leave a Reply