Breaking
15 જૂન 2025, રવિ

ચાત દિવસઅતિ ભારે વરસાદ ની આગાહી, એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થય, મેઘ તાંડવ થશે, તાપી જિલ્લામાં આભ ફાટ્યું,

રાજ્યમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સોમવારથી ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં 8 ઇંચથી વધારે વરસાદને કારણે જળબંબાકાર સર્જાતા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સાથે જ વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ હળવોથી ભારે વરસાદ શરૂ થયો હતો. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે મધ્ય-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે

વરસાદની સંભાવના છે. જૂનથી ઓગસ્ટ સુધીમાં સરેરાશ 981.9 મીમી વરસાદ થઈ ચૂક્યો છે. 1901 થી લઇ અત્યાર સુધીના 123 વર્ષના ઇતિહાસમાં બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. 2020 માં ઓગસ્ટ સુધીમાં 982.6 મીમી વરસાદ ગુજરાતના ઇતિહાસનો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ છે. માત્ર 0.8 મીમી ઓછા વરસાદના રચાતાં રહી ગયો છે.

રાજ્યમાં હાલ 10 નદીઓ અને 132 જળાશયોમાં પાણી ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે…

સરકારના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદની સ્થિતિના કારણે હાલ 10 નદીઓ અને 132 જળાશયોમાં પાણી ભયજનક સપાટીની ઉપર વહી રહ્યું છે. જ્યારે રાજ્યના 206 જળાશયો કુલ ભમવરસાદને કારાપુર્ણ વિશ્વમા 20 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સરકારે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં પૂરથી અસરગ્રસ્ત 64,360 લોકોને 1.76 કરોડ રૂપિયા રાહત પેટે ચૂકવવામાં આવ્યા હતા.

આજની આગાહી

3-4 સપ્ટેમ્બર ના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદાના શક્યતા. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠો દાહોદને બાદ કરતાં તમામ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા.તાપીમાં ભારે વરસાદ બાદ પૂર વચ્ચે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું. તાપી જિલ્લામાં આજે સવારથી કહેર મચાવી રહેલા ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાની નાની મોટી ખાડીઓ અને ઓલણ નદીનું પાણી પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા પંચોલ આશ્રમશાળા ખાતેથી 63 કન્યાઓ અને 224 કુમારો મળી કુલ 287 છાત્રો ને NDRF ની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

Leave a Reply