Breaking
15 જૂન 2025, રવિ

નિફ્ટી ૨૫,૪૪૫નીસેન્સેક્સ ૮૩,૧૮૪ની, એમ કે૫ ૪૭૦.૪૭ લાખ કરોડની નવી ટોચે,એફઆઇઆઇની રૂ. ૧,૬૩૪ કરોડની નેટ વેચવાલીએફઆઇઆઇએ આજે ભારતીય શેરબજારમાં રૂ. ૧,૬૩૪ કરોડની નેટ વેચવાલી,

આજે રેન્જબાઉન્ડ ટ્રેડિંગમાં ભારતીયશેરબજારના બેન્ચમાર્ક ઈન્ડાઇસિસસેન્સેક્સ અને નિફ્ટીએ ઇન્ટ્રા ડેમાં નવીવિક્રમી ટોચ બનાવ્યા પછી દિવસને અંતેનજીવા વધારા સાથે બંધ રહ્યા હતા.પ્રારંભે મજબુતાઈ સાથે ખુલ્યા બાદ મધ્યભાગ સુધીમાં સુધારો ધોવાયો હતો, પરંતુછેલ્લે છેલ્લા ઘટાડે લેવાલી આવતા બજારવધીને બંધ રહ્યું હતું. આ સાથે ત્રણ સેશનથી ચાલતી મંદી પર બેક વાગી હતી.

પ્રારંભે ૯૫ પોઈન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સે ઈન્ટ્રા ડેમાં તેની ૮૩,૧૮૪ની નવી વિક્રમી ટોચ બનાવી હતી. ૮૨,૮૩૨ની લો સપાટી અને કુલ ૩પર પોઇન્ટની વધઘટ પછી સેન્સેક્સ દિવસને અંતે ૯૭ પોઇન્ટ એટલે કે ૦.૧૨ ટકા વધીને ૮૨,૯૮૮ની સપાટીએ બંધ રહ્યો હતો.

બીજી તરફ નિફ્ટી ૫૦ પોઈન્ટ ઊંચામાં ખુલ્યો હતો અને ઈન્ટ્રા ડેમાં ૨૫,૪૪૫ની નવી વિક્રમી ટોચ બનાવી હતી. ૨૫,૩૩૬ની લો અને કુલ ૧૦૯ પોઇન્ટની વધઘટ પછી અંતે નિફ્ટી ૨૭ પોઈન્ટ એટલે કે ૦.૧૧ ટકા વધીને ૨૫,૩૮૩ની સપાટીએ બંધ રહ્યો હતો. આ બન્ને સુચકાંકો આજે તેમની સૌથી ઊંચી સપાટીએ બંધ પણ રહ્યા હતા.

બીએસઇ મિડ કેપ અને સ્મોલ ઈન્ડેકસે પણ આજે અનુક્રમે ૪૯,૫૦૬ની અને ૫૭,૫૦૨ની નવી વિક્રમી ટોચ બનાવી હતી. દિવસને અંતે મિડ કેપ ઈન્ડેક્સ ૪ પોઈન્ટ વધીને ૪૯,૨૪૮ના સ્તરે જ્યારે સ્મોલ કેપ ઈન્ડેક્સ ૧૫૯ પોઇન્ટ એટલે કે ૦.૨૮ ટકા વધીને ૫૭,૨૮૭ની સપાટીએ બંધ રહ્યો હતો.

જોકે બજારની તેજીથી વિપરીત બીએસઈ એસએમઈ આઈપીઓ ઇન્ડેક્સમાં આજે મંદી હતી અને આ ઇન્ડેક્સ ૧,૯૨૩ પોઈન્ટ એટલે કે ૧.૮૫ ટકા ઘટીને ૧,૦૨,૦૬૩ ની સપાટીએ બંધ રહ્યો હતો.30બીએસઈનું માર્કેટ કેપિટલાઇઝેશન આજે વધીને રૂ. ૪૭૦.૪૭ લાખ કરોડ એટલે કે ૫.૬૧ ટ્રિલિયન ડોલરની નવી વિક્રમી ટોચે પહોંચ્યુ હતું.

જે શુક્રવારના રૂ. ૪૬૮.૭૧ લાખ કરોડના આંકથી રૂ. ૧.૭૬ લાખ કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના ૩૦ પૈકી ૧૫ જ્યારે નિફ્ટીના ૫૦ પૈકી ૨૬ શેર વધીને બંધ રહ્યા હતા. વોલેટાલિટી ઈન્ડેક્સ આજે ૦.૭૧ ટકા ઘટીને ૧૨.૪૬ના સ્તરે આવ્યો હતો. નિફ્ટી પરના ૧૪ સેકટોરલ ઇન્ડેક્સ પૈકી માત્ર ચાર જ ઘટીને બંધ રહ્યા હતા.

નિફ્ટી એફએમસીજીમાં ૦.૭૨ ટકાનો. આઈટીમાં ૦.૧૦ ટકાનો, ફાર્મામાં ૦.૦૪ ટકાનો અને પીએસયુ બેંકમાં ૦.૦૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી બેંક ૦.૪૧ ટકા, મિડિયા ૦.૯૯ ટકા, મેટલ ૦.૬૧ ટકા, રિઆલ્ટી ૦.૫૭ ટકા અને કન્ઝ્યુમર ડયુરેબલ્સ ૦.૫૧ ટકા વધીને બંધ રહ્યો હતો.

એફઆઇઆઇની રૂ. ૧,૬૩૪ કરોડની નેટ વેચવાલી

એફઆઇઆઇએ આજે ભારતીય શેરબજારમાં રૂ. ૧,૬૩૪ કરોડની નેટ વેચવાલી, જ્યારે ડીઆઇઆઇએ રૂ. ૭૫૪ કરોડની નેટ લેવાલી કરી હતી. આ સાથે સપ્ટેમ્બરમાં એફઆઇઆઇની નેટ લેવાલીનો આંકડો ઘટીને રૂ. ૧૪,૯૯૫ કરોડ, જ્યારે ડીઆઇઆઇની નેટ લેવાલીનો આંકડો રૂ. ૧૦,૬૫૬ કરોડ થાય છે.

Leave a Reply