
ભાવનગર, સોમવાર ભાવનગર જિલ્લામાં ડીપ ડીપ્રેશન ઈફેક્ટરના પગલે આવતીકાલથી બે દિવસ ભારે વરસાદની ફરી આગાહી થઈ છે. શ્રાવણ માસના અંતિમ દિવસે મોડી સાંજ બાદથી જ ભાવનગરમાં મેઘરાજા મોડી રાત સુધી અનરાધાર વરસ્યા હતા. તો ચાર તાલુકામાં પણ મેહુલિયાએ હાજરી પૂરાવી હતી.
શહેરના જુદા- જુદા વિસ્તારો અને જિલ્લાના ચાર તાલુકામાં ઝરમરથી મધ્યમ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ગોહિલ વાડ માટે શ્રાવણ મહિના નો અંતિમ દિવસ વરસાદીની દ્રષ્ટિએ એકંદર સારા રહ્યાં છે. સાતમ-આઠમના પર્વે ભાવનગર શહેર અને જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યા પછી છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં દિવસથી શહેરમાં મેઘરાજાએ વિરામ લઈ લીધાં બાદ આજે સોમવારે મોડી સાંજે ૭.૩૦ થઈ હતી.
શહેરના સુભાષનગર, શિવાજી સર્કલ, ઘોઘારોડ, ભરતનગર, સિંધુનગર, સરદારનગર, કાળિયાબીડ, વાઘાવાડી સહિતના વિસ્તારોમાં મોડી રાત સુધી મધ્યમ વરસાદ શરૂ રહ્યો હતો. જેના પગલે ભાવનગરમાં રાત્રિના ૮ થી ૧૦ કલાક દરમિયાન ૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
બે દિવસથી મેઘવિરામના કારણે મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. પરંતુ આજે રાત્રિના સમયથી શરૂ થયેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
આજે શહેરનું મહત્તમ તાપમાન ૧.૪ ડિગ્રી ઘટીને ૩૨.૬ ડિગ્રી નોંધાયું હતું. લઘુતમ તાપમાન ૧ ડિગ્રી ૨૬.૬ રહ્યું હતું. પવનની ઝડપ ૧૪ કિમી પ્રતિકલાકની રહી હતી. હવામાં ભેજનું પ્રમાણ ૭૩ ડિગ્રી નોંધાયું હતું. રાત્રિના ૮ થી ૧૦ કલાક દરમિયાન ભાવનગર ઉપરાંત વલભીપુર માં 3 મીમી વરસાદ નોંધાયો હતો.
જયારે ઘોઘા માં 6 મિ.મી., સિહોરમાં ૩ મિ.મી. અને ગારિયાધારમાં ૧ મિ.મી. વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી બે દિવસમાં ભાવનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.