Breaking
15 જૂન 2025, રવિ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાએ નવી ટોચ બનાવી હતી. અને તેની પાછળ ઘર આંગણે સોનાનો ભાવ શનિવારે તેની વિક્રમી સપાટી નજીક પહોંચી ગયો હતો. બીજી તરફ ચાંદીમાં પણ વધી રહેલી ઔદ્યોગિક માગના પગલે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

બુલિયન વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, વૈશ્વિક અર્થતંત્ર અને ખાસ કરીને અમેરિકન ઈકોનોમીના જે ડેટા આવ્યા છે. તેના કારણે સોના અને ચાંદીમાં સેફ હેવન માટે ખરીદી વધી છે.

અમદાવાદ ખાતે શનિવારે ૨૪ કેરેટ સોનુ રૂ. ૧,૨૦૦ વધીને રૂ. ૭૬,૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગયું હતું. તેવી જ રીતે ૨૨ કેરેટ સોનુ રૂ. ૭૬,૩૦૦ પ્રતિ ૧૦ ગામ થયું હતું. સ્થાનિક ચાંદી રૂ. ૧,૦૦૦ વધીને રૂ.૮૭,૦૦૦ પ્રતિ કિલો થઈ હતી. પાછલા બે દિવસો દરમિયાન સ્થાનિક સ્તરે સોનામાં રૂ. ૨,૩૦૦ અને ચાંદીમાં રૂ. ૨,૫૦૦નો વધારો થયો છે. અગાઉ સોનાએ રૂ. ૭૭,૦૦૦ની વિક્રમી સપાટી બનાવી છે.

બુલિયન વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, US ફુગાવા તેમજ જોબ માર્કેટના ડેટા બાદ ડોલર નબળો પડ્યો છે અને સાથે જ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૨૫ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરે તેવી સંભાવના વધી હોવાથી સોનામાં નવેસરથી ખરીદી વધી છે.

બીજી તરફ ભારતમાં તહેવારો અને ચીનની સેન્ટ્રલ બેન્ક આગામી દિવસોમાં ખરીદી કરી શકે છે તે જોતા સોનામાં માગ વધશે તેના કારણે બજારમાં તેજીને ટેકો મળ્યો છે.ત્રણ સપ્તાહના કોન્સોલિડેશન પછી, સોનાના ભાવ નિર્ણાયક રીતે ઉપર તરફ ગયા અને હાજર બજારમાં ૨૫૮૩ ડોલર પ્રતિ ઔંસની નવી ટોચે પહોંચ્યા હતા.

શુક્રવારના સત્ર દરમિયાન, કોમેક્સના સોનાની કિંમત ટ્રોય ઔંસ દીઠ ૨,૬૧૪.૬૦ ડોલરની નવી ઊંચી સપાટીએ પહોંચી હતી. આ નવા શિખર પાર પહોંચવાની સાથે પીળી ધાતુના ભાવ ૨૦૨૪માં લગભગ રપ% જેટલા વધ્યા છે. વૈશ્વિક ચાંદી ૩૦.૬ ડોલર સામે ૩૦.૭૩ ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.

કૉમેકસ ચાંદી ૩૧.૦૬ ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.વિશ્લેષકોએ કહ્યું કે, વિશ્વભરમાં કેન્દ્રીય બેંકોએ આ વર્ષે તેમની સોનાની ખરીદીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ વલણ વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને ચલણની અસ્થિરતાની ચિંતાઓ વચ્ચે ગોલ્ડ રિઝર્વ વધારવી એ અનામતને વ્યૂહાત્મક પરિવર્તનને દર્શાવે છે.

સેન્ટ્રલ બેંકો.ખાસ કરીને ઊભરતાં બજારોમાં, યુએસ ડૉલર અને અન્ય કરન્સી પરની તેમની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરે છે, જે સોનાને નાણાકીય સ્થિરતા જાળવવા માટે મુખ્યએસેટ બનાવે છે. આ સ્થિતિમાં સોનામાં તેજીની આગેકૂચ જળવાઈ રહેશે.

Leave a Reply