ગુજરાતમાંથી આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી.
સમગ્ર દેશમાંથી નૈઋત્યના ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઇ લીધી હોવા છતાં ગુજરાતમાં હજુ પણ વરસાદનું સંકટ યથાવત્ છે. આગામી પાંચમાંથી ૩ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવાર-શનિવારે વડોદરા-છોટા ઉદેપુર-, નર્મદા-ભરૂચ-સુરત-ડાંગ-નવસારી- વલસાડ-એમરેલી-ભાવનગર-ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર, દાહોદમાં હળવાથી મધ્યમ, રવિવારે ડાંગ- તાપીમાં ભારે-દક્ષિણ ગુજરાતમાં અન્યત્ર- સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ સોમવારે ડાંગ-નવસારી-તાપી-વલસાડ-દમણ- અમરેલીમાં ભારે જ્યારે અન્યત્ર હળવાથી મધ્યમ અને મંગળવારે અમરેલીમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ૧૪૧ ટકા વરસાદ પડી ચૂક્યો છે ત્યારે વરસાદની વધુ આગાહીથી ખેડૂતોની ચિંતા માં વધારો થયો છે. વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત્ છે.
રાજ્યના કેટલાક સ્થળોએ આગામી ૩-૪ દિવસમાં મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે.