
NTPCએ રેલવે ભરતી બોર્ડ RRBમાં ટેક્નીકલ પદો પર ભરતીનું શોર્ટ નોટિફિકેશન બહાર પાડયું છે. આ મુજબ, સ્ટેશન માસ્ટર ટીસી, ટ્રેન ક્લર્ક અને જૂનિયર ક્લર્ક સહિત કુલ ૧૧૫૫૮ પદો પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે ધોરણ ૧૨ પાસના ૩૪૪૫ અને ગ્રેજ્યુએટના ૮૧૧૩ પદો પર ભરતી કરાશે.
અરજીપ્રક્રિયા ૧૪મી સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારો RRBની વેબસાઈટ rrbapply.gov.in પર જઈને નોટિફિકેશન જોઈ શકે છે. આ માટેનું વિગતવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
આ ભરતીની કેટલીક વિગતો જોઈએ તો, સ્ટેશન માસ્ટર, ટીસી, જૂનિયર ક્લર્ક વગેરે સહિતના પદો પર કુલ ૧૧૫૫૮ પદો પર નિમણૂક કરાશે. ૧૪મી સપ્ટેમ્બરથી અરજી કરી શકાશે અને ૧૩મી ઓક્ટોબર અરજી કરવાની આખર તારીખ છે. આ માટે ઉમેદવારે ૨૫૦ થી ૫૦૦ રૂપિયા સુધીની ફી ભરવાની રહેશે.
⭐ શૈક્ષણિક લાયકાતઃ
માન્યતા પ્રાપ્ત શાળા- યુનિવર્સિટીમાંથી હાયર સેકન્ડરી કે ગ્રેજ્યુએશન કર્યું હોવું જોઈએ.
ટાઈપિંગ અને કમ્પ્યુટરની આવડત હોવી જોઈએ.
⭐વયમર્યાદા:
પૂર્વસ્નાતક માટે ૧૮ થી ૩૦ વર્ષ. સ્નાતક માટે ૧૮ થી ૩૩ વર્ષ.
⭐પસંદગી પ્રક્રિયા:
ઓનલાઈન પરીક્ષા સ્ટેજ વન.
ઓનલાઈન પરીક્ષા સ્ટેજ ટૂ.
ટાઈપિંગ ટેસ્ટ-એપ્ટિટ્યુડ ટેસ્ટ.
ડોક્યુમેન્ટ વેરીફિકેશન.
મેડિકલ ટેસ્ટ.
- પૂર્વ સ્નાતકનો પગાર: ૧૯,૯૦૦ રુપિયા થી ૨૧,૭૦૦ રુપિયા.
પગાર:
- સ્નાતકનો પગાર: ૨૯,૨૦૦ રુપિયાથી ૩૫,૪૦૦ રુપિયા.
પદાનુસાર પગાર અલગ-અલગ રહેશે.
કેટલી ફી ભરવાની રહેશેઃ જનરલ કેટેગરી માટે ૫૦૦ રુપિયા. ઓબીસી, ઈડબલ્યુએસ, ટ્રાન્સજેન્ડર, એસસી-એસટી, પૂર્વ સૈનિક અને મહિલાઓ: ૨૫૦ રુપિયા.
આ રીતે અરજી કરજોઃ સત્તાવાર વેબસાઈટ rrbapply. gov.in પર જાવ. RRB ભરતી ૨૦૨૪ માટે ઓનલાઈન આવેદનની લિંક પર ક્લિક કરવું. ઓનલાઈન વિકલ્પ પસંદ કરી અરજી ફોર્મમાં માંગેલી બધી વિગતો ભરી દેવી. જરુરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા. ફી ભરીને ફોર્મ સબમિટ કરવું. આ વિગતવાર ભરેલા ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢી લેવી.