Breaking
14 જૂન 2025, શનિ

ભારતીય શેરબજાર વધારે આકર્ષક, FPI પ્રવાહ વધારો થવાની શક્યતાની આગાહી,

ચાઈનાની આર્થિક મંદ વૃદ્ધિના પરિણામે સ્ટીમ્યુલસ-રાહતના મસમોટા પેકેજ આપવાની ફરજ પડી રહી હોઈ અને બીજી તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજયના પરિણામે ચાઈના વિરૂધ્ધ આકરાં ટેરિફ સહિતના સંભવિત પગલાં અને નીતિઓને લઈ ચાઈના સહિતના બજારોમાં કડાકો બોલાઈ ગયા બાદ હવે હોંગકોંગના નેગેટીવ સમાચાર સાથે વૈશ્વિક જાયન્ટ ફંડો અવોઈડ ચાઈના સાથે બેક ટુ ઈન્ડિયાના અહેવાલોએ ચાઈનાના શાંઘાઈ શેર બજારમાં ફરી કકાડો બોલાઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બ્રોકિંગ જાયન્ટ સીએલએસએ તેના ગ્લોબલ ઈક્વિટી રિપોર્ટમાં ભારતીય ઈક્વિટીઝથી ચાઈનીઝ શેરોમાં તેના પ્રારંભિક વ્યુહાત્મક બદલાવને પાછો ખેંચી લીધો છે અને ચીનના એક્સપોઝરમાં ઘટાડો કરતી વખતે ભારતની ફાળવણીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

સીએલએસએ ‘પોઉન્સિંગ ટાઈગર, પ્રિવેરિકેટિંગ ડ્રેગન’ શીર્ષક હેઠળના તેના રિપોર્ટમાં યુ.એસ.ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી ચીનના બજારો સામેના પડકારોને આ પગલાનું કારણ ગણાવ્યું છે.

બ્રોકિંગ હાઉસે જણાવ્યું છે કે, ટ્રમ્પ ૨.૦ એ વેપાર યુદ્ધમાં વધારો થવાની જાહેરાત કરી છે, જેમ કે નિકાસ ચીનના વિકાસમાં સૌથી મોટો ફાળો આપનાર બની જાય છે. શરૂઆતથી જ ચીનની ઈક્વિટી-શેર બજારોમાં ઘટાડાની સંભવિતતા અંગે તેમને શંકા હોવાનું જણાવતા સીએલએસએ જણાવ્યું હતું કે, તેમ છતાં તેણે ઓકર્ટોબરની શરૂઆતમાં ભારત સાથેના તેના કેટલાક ઓવર એક્સપોઝરને વ્યુહાત્મક રીતે ચીન તરફ વાળવા વચનબદ્ધતા દર્શાવી હતી.

બ્રોકિંગ હાઉસે ભારત માટેનું વેઈટેજ ૨૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી દીધું હતું અને ચીન માટેની ફાળવણીને બેન્ચમાર્કથી વધારીને પાંચ ટકા કરી દીધી હતી. હવે બ્રોકિંગ હાઉસે તે વેપારને ઉલટાવવાનું નક્કી કર્યું હોવાનું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. ભારત સતત વિદેશી રોકાણકારોના પ્રવાહમાં ઓટનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ ઉલટફેર આવી રહી છે.

બીજા ત્રિમાસિકમાં નબળી આવક અને વધતી જતી ફુગાવાની સ્થિતિને લઈ વિદેશી સંસ્થાઓએ ઓકટોબરથી અત્યાર સુધીમાં ભારતીય શેરબજારો માંથી રૂ.૧.૧૪ લાખ કરોડનું વેચાણ કર્યું છે.સીએલએસએ જણાવ્યું હતું કે, ઘણા વૈશ્વિક રોકાણકારો ભારતીય શેરોમાં તેમના અન્ડરએક્સપોઝરને પહોંચી વળવા માટે આવા કરેકશની રાહ જોઈ રહ્યા હતા. બીજી તરફ ચીનના આર્થિક સંઘર્ષમાં ડિફલેશનરી દબાણ, સુસ્ત રિયલ એસ્ટેટ રોકાણ અને યુવાનોની મોટાપાયે બેરોજગારીનો સમાવેશ થાય છે. અનિશ્ચિત સ્થાનિક પરિસ્થિતિ વચ્ચે ચીનને ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ ઊંચા ટેરિફની સંભાવનાઓનો સામનો કરવો પડી શકે છે.

જેડિફલેશન, સંપતિના ઘટતા ભાવો, યુવાનોની વધતી બેરોજગારી, ઘટતો જતો વિશ્વાસ, વાસ્તવિક રિટેલ વેચાણમાં વૃદ્ધિ સહિતના નેગેટીવ પરિબળો છે.સીએલએસએના આ રિપોર્ટ અને હોંગકોંગના બજારોમાં ઘટાડા સાથે શાંઘાઈ શેર બજારમાં મોટું ધોવાણ થયું છે.

આજે- શુક્રવારે ચાઈનાના શાંઘાઈ શેર બજારનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૭૦.૭૯ પોઈન્ટ એટલે કે ૧.૭૫ ટકા તૂટીને ૩૯૬૮.૮૩ રહ્યો હતો. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ ૧૦૭ પોઈન્ટ વધ્યો હતો. યુરોપના બજારોમાં સાધારણ નરમાઈ રહી હતી.

અમેરિકી શેર બજારોમાં સાંજે ફયુચર્સમાં ડાઉ જોન્સમાં ૧૯૦ પોઈન્ટનો ઘટાડો અને નાન્દાક ઈન્ડેક્સમાં ૧૮૬ પોઈન્ટનો ઘટાડો બતાવાતો હતો.

Leave a Reply