બાળપણથી આપણે શનિ દેવતા વિશે ઘણું સાંભળ્યુ છે, પરંતુ શું તમે એ શનિ ગ્રહ વિશે જાણો છો, જે અવકાશમાં ચક્કર લગાવે છે. શનિ ગ્રહની ફરતે રિંગ એટલે કે વલયો જોવા મળે છે. તેને કારણે તે સૌરમંડળના સૌથી આકર્ષક ગ્રહ તરીકે ઓળખાય છે. આમ તો તે સૌરમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ છે, પરંતુ તે પૃથ્વીથી નવ ગણો મોટો છે અને તેને ગેસનો દાનવ પણ કહેવામાં આવે છે. આ ગ્રહ પર મનુષ્યનું રહેવું લગભગ અશક્ય છે. જાણીએ શનિ ગ્રહની રસપ્રદ બાબતો.
શનિ સૂર્યમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ છે. સૂર્યથી અંતરના ક્રમમાં તે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ પછી છઠ્ઠા ક્રમે આવે છે.
ખગોળ વિજ્ઞાન અનુસાર શનિનો વ્યાસ ૧૨૦૫૦૦ કિ.મી. છે. આમ, પૃથ્વીના વ્યાસ કરતાં શનિનો વ્યાસ ૯ ગણો વધારે છે જ્યારે તેનું ઘનત્વ પૃથ્વીના ઘનત્વ કરતાં ૮ ગણું ઓછું છે. શનિ સૂર્યમંડળનો એકમાત્ર ગ્રહ છે, જેની એવરેજ ડિન્સિટી (સરેરાશ ઘનત્વ) પાણી કરતાં પણ ઓછી છે. એવું કહી શકાય કે શનિ ગ્રહને પાણીમાં મૂકવામાં આવે તો તે પાણી પર તરે.
શનિ ગ્રહ પર ૧૮૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા વાય છે. તે પૃથ્વી પર વાનારી હવાઓથી પાંચ ગણી વધારે તીવ્ર કહેવાય. આથી મનુષ્યનું અહીં ટકવું લગભગ અસંભવ છે.
શનિ ગ્રહનું સરેરાશ તાપમાન ૧૭૮ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે. આવી સ્થિતિમાં મનુષ્ય અહીં રહેવાનું પણ ન વિચારી શકે.
૭૬૩ જેટલી પૃથ્વીઓ શનિ ગ્રહમાં સમાઈ શકે છે.
શનિ એ પાંચ ગ્રહોમાંથી એક છે, જેને પૃથ્વી પરથી ટેલિસ્કોપની મદદથી સરળતાથી જોઈ શકાય છે.
શનિ ગ્રહનું વાયુમંડળ ૯૬ ટકા હાઈડ્રોજન અને ૪ ટકા હિલિયમથી બન્યું છે, જેમાં એમોનિયા, એસિટિલિન, ઈથેન, ફોલ્ફિન અને મિથેન જેવા ગેસ મળી આવે છે.
શનિ ગ્રહને સૂર્યનું એક ચક્કર લગાવવામાં ૨૯.૪ પૃથ્વી વર્ષ લાગે છે. અહીં દિવસ ઘણા નાના હોય છે. તેને પોતાની ધરી પર ફરવામાં લગભગ ૧૦ કલાક અને ૩૪ મિનિટનો સમય લાગે છે.
શનિ ગ્રહનું ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ શક્તિશાળી છે. તેનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સરખામણીમાં ૫૭૮ ગણું વધારે શક્તિશાળી હોય છે.
આ ગ્રહ પર ઋતુઓ શનિ ગ્રહે જાતે ઉત્પન્ન કરેલી ગરમીથી બદલાય છે. આ ગ્રહની મોસમ સૂર્ય પર નિર્ભર નથી!
શનિનો આંતરિક ભાગ ખૂબ જ ગરમ છે. તેનું તાપમાન ૧૧,૭૦૦ ડિગ્રી સેલ્સિયસના સ્તરને સરળતાથી પાર કરી લે છે.
વૈજ્ઞાનિકો એવું માને છે કે શનિ ગ્રહ ફરતે (સેટર્ન રિંગ) જે વલયો છે, તે તૂટેલા ચંદ્રમાઓના ટુકડા, બરફ, ધૂળ અને પથ્થર વગેરે જેવી સામગ્રીઓથી બનેલા છે. શનિને કુલ ૧૨ વલયો છે.
અત્યાર સુધીમાં કુલ ચાર અંતરીક્ષ યાન શનિની મુલાકાત લઈ ચૂક્યા છે.
પાયોનિયર-૧૧, વોયેજર-૧, વોયેજર-૨ અને કેસિની, કેસિનીએ ૧ જુલાઈ, ૨૦૦૪ના રોજ શનિની કક્ષામાં પ્રવેશ કર્યો હતો.
શનિ પર ઓછામાં ઓછા ૮૨ ચંદ્રમા છે.જેમાંથી ટાઈટન સૌથી મોટો છે. ટાઈટનબુધ અને પ્લુટો ગ્રહ કરતાં પણ મોટો છે.આ સિવાય યૂરોપા, ફોબો, એનસેલેડસપણ મુખ્ય છે. રસપ્રદ વાત એ છે કે ફોબોવિપરીત દિશામાં પરિક્રમા કરે છે. એકજાણકારી પ્રમાણે ૮ જૂન, ૨૦૨૩ સુધીશનિના ઓર્બિટમાં ૧૪૬ ચંદ્રમા હતા.