Breaking
14 જૂન 2025, શનિ

કર્ક રેખા પર દેશનો પ્રથમ પાર્ક તૈયાર, સૂર્યનાં કિરણો સમય દર્શાવશે સાયન્સ ટૂરિઝમ !

ગુજરાતને ઉત્તરાયણ પર દેશનો પ્રથમ કર્ક રેખા સાયન્સ પાર્ક મળવા જઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના વજાપુર ગામમાં 1.5 એકરમાં આ સાયન્સ પાર્ક બનાવવામાં આવ્યો છે. કર્ક રેખા આ ગામમાંથી પસાર થાય છે. આ પાર્કમાં કર્ક રેખા વિશેની માહિતી પણ સરળ રીતે આપવામાં આવશે. અહીં અવકાશ વિજ્ઞાન સંબંધિત વધુ માહિતી મળશે. પ્રવાસિઓ માટે ટિકિટના દર શું હશે તે ટૂંક સમયમાં નક્કી કરાશે.

વૉક-વે, લાઈફ સાયન્સ ગેલેરી, ઓડિટોરિયમ પણ જોવા મળશે.

25 મીટર ટાવર હશે.

આ સાયન્સ પાર્કમાં 25 મીટરનો ટાવર હશે. કર્કવૃત પર 8 ફૂટ પહોળો અને 400 ફૂટ લાંબો વોક- વેહશે. 800 ચોરસ ફૂટમાં સાયન્સ આર્ટ ગેલેરી હશે.

4 ગેલેરી હશે.

સાયન્સ અને એન્જિનિયરિંગ, લાઈફ સાયન્સ, ફિઝિકલ અને જિયોગ્રાફિકલ ગેલેરી હશે. ઑડિટોરિયમ, એમ્ફી થિયેટર, પ્લેનેટોરિયમ જેવી સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ રહેશે.

રાશિ ગેલેરી હશે.

વોક વેના ગોળાર્ધમાં 12 રાશિઓ અને મહિનાઓને ચિત્રાત્મક રીતે દર્શાવતી ગેલેરી હશે. જે હિન્દી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. પ્રવાસીઓને વિજ્ઞાન સંબંધિત માહિતી આપતી ડૉક્યુમેન્ટરી બતાવવામાં આવશે.

સૂર્ય ઘડિયાળ હશે.

સાયન્સ પાર્કમાં સૂર્ય ઘડિયાળ બનાવવામાં આવી રહી છે. જે સૂર્યના કિરણોના આધારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો સમય જણાવશે.

રાજ્યના 7 જિલ્લામાં કર્ક રેખા, 17 જિલ્લામાં પાર્ક માટે જમીન સંપાદિત.

ગુજરાતમાં કર્ક રેખા 7 જિલ્લાના ગામોમાંથી પસાર થાય છે. સાયન્સ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ જિલ્લાઓ અને તેની આસપાસના જિલ્લાઓમાં આગામી 2 વર્ષમાં કુલ 23 સાયન્સ પાર્ક બનાવવામાં આવનાર છે. તેના માટે રૂ. 460 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ સાયન્સ પાર્ક દરેક જિલ્લામાં 2 એકર જમીન પર બનાવવામાં આવશે. અત્યાર સુધીમાં 17 જિલ્લામાં જમીન સંપાદિત થઇ ચુકી છે.

Leave a Reply