
આમિશન ભારતના ભાવિ સ્પેસ મિશન ચંદ્રયાન-૪, ગગનયાન તેમજ ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવા તેમજ તેનું યોગ્ય રીતે સંચાલન કરવામાં મદદરૂપ પુરવાર થશે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા ગુરુવારે અંતરિક્ષમાં ભમણ કરતા બે અલગ અલગ ઉપગ્રહોને જોડીને નવો ઇતિહાસ રચવામાં આવ્યો છે. અંતરિક્ષમાં લાંબી છલાંગ લગાવીને ભારત વિશ્વનાં એલિટ દેશોની ક્લબમાં સામેલ થઈ ગયું છે. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આવી સિદ્ધિ હાંસલ કરનારો ચોથો દેશ બન્યો છે.
ભારતે બે ઉપગ્રહોને જોડવાની આ ડોકિંગ ટેક્નોલોજી દેશમાં જ વિકસાવી છે. જે ભારતના ભાવિ સ્પેસ મિશન ચંદ્રયાન-૪, ગગનયાન તેમજ ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવા તેમજ તેનું યોગ્ય રીતે સંચાલન કરવામાં મદદરૂપ પુરવાર થશે. આનાંથી ચંદ્ર પરથી માટીના નમૂના પાછા લાવી શકાશે. ઈસરોએ ગુરુવારે સ્પેસ ડૉર્કિંગ એક્સપેરિમેન્ટ (સ્પેડેક્સ) હેઠળ બે ઉપગ્રહોને આકાશમાં સફળ રીતે જોડયા હતા.
અગાઉ બને ઉપગ્રહોને ૩ મીટરના અંતર સુધી લાવવામાં આવ્યા હતા.
ઈસરો દ્વારા ૧૨ જાન્યુઆરીએ ઉપગ્રહોને ડોક કરવાના પરીક્ષણ હેઠળ ૧૫ મીટર તેમજ ૩ મીટરના અંતર સુધી લાવવામાં આવ્યા હતા અને પછી ફરી તેમના મુળ સ્થાન પર લઈ જવાયા હતા. ૪૪.૫ મીટર લાંબા PSLV C-૬૦ રોકેટ બે અંતરિક્ષ યાન ચેન્જર SDX ૦૧ તેમજ ટાર્ગેટ SDX૦૨ લઈને અંતરિક્ષમાં ગયું હતું.