ભાવનગરમા શિયાળાની જમાવટ થઈ ગઈ છે. ડિસેમ્બરના અંતિમ પખવાડિયામા હવામાનમા વારંવાર બદલાવ બાદ ૩ દિવસથી તાપમાનનો પારો સરેરાશ ૧૪ કે ૧૫ ડિગ્રી આસપાસ જોવા મળે છે. હવામાનમાં બદલાવના કારણે ગત અઠવાડિયે ઠંડીની બળ નબળુ પડયુ હતુ. ગઈકાલની સરખામણીમા આજે લઘુતમ તાપમાન અશંત: ઘટયુ હતુ અને પારો ૧૫.૪ ડિગ્રીએ સ્થિર થયો હતો. જો કે, આવતીકાલ વિક્રમ સવંતના નવા વર્ષનો આરંભ થઈ રહ્યો છે ત્યારે ઠંડનુ જોર હજુ વધશે એવુ લાગી રહ્યુ છે.
ડિસેમ્બર માસમા વારંવાર હવામાનમાં પલટો આવ્યો હતો. અને વાદળોના કારણે થોડો સમય ઠંડીનુ જોર ઘટી ગયુ હતુ. માવઠાની દહેશત ફેલાઈ હતી. જેના કારણે ભેજ અને તાપમાનમા બદલાવ બાદ ફરીવાર શિયાળાની ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. આજે ભેજ વધીને ૬૧ ટકા થઈ ગયો હતો. કમુર્તા બેસી જતા લગ્નસરાની મૌસમને બ્રેક લાગી ગયો છે. દરમિયાન ચાલુ સીઝનનો હાડ થીજાવતી ઠંડીનો હજુ અહેસાસ થયો નથી. તાપમાન ૧૪ કે ૧૫ ડિગ્રીની નજીક રહેવા પામે છે. નવા વર્ષે પારો હજુ ગગડશે એવુ લાગી રહ્યુ છે.
