Breaking
14 જૂન 2025, શનિ

8 જાન્યુઆરી સિઝનનો સૌથી ઠંડો દિવસ નલિયામાં રહ્યો. ૩.૪ ડિગ્રી તાપમાન થતાં લોકો ધ્રુજ્યા ,અમદાવાદ માં 8 ડીગ્રી તાપમાન રહ્યું, સમગ્ર ગુજરાત માં શિત લહેર રહી.

ગુજરાતમાં ફરી એકવાર શિયાળાની કાતિલ ઠંડીએ જમાવટ શરૂ કરી છે. કચ્છના નલિયામાં આ સિઝનમાં પ્રથમ વાર લઘુતમ તાપમાન ગગડીને ૩.૪ ડિગ્રીએ પહોંચી જતાં અહીંના નાગરિકો હાડ થીજાવતી ઠંડી માં તોબા પોકારી ઉઠ્યા હતા. કંડલા એરપોર્ટ પર ૮.૧ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

આજે ગુજરાતનાં ૮ શહેરમાં તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નેચી ઉતરી ગયો હતો. કચ્છ સિવાય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ગાત્રો થીજવતી ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. રાજકોટમાં ૭.૩ ડિગ્રી અને કેશોદમાં ૯.૧ ડિગ્રી તાપમાન નોંધાતા કાતિલ ઠંડીમાં લોકો ઠુંઠવાયા હતા.

ઉત્તર ગુજરાતનાં ડીસામાં ८.८ ડિગ્રી જયારે પાટનગર ગાંધીનગરમાં ૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.અમદાવાદ શહેરમાં પણ લઘુતમ તાપમાન ૧૨.૧ ડિગ્રી થતાં શહેરમાં કાતિલ ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્રણ દિવસ પહેલાં એટલે કે, પમી જાન્યુઆરીના રોજ અમદાવાદ સહિત ૧૬ શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રીને પાર નોંધાયું હતું,

અમદાવાદની વાત કરવામાં આવે તો ત્રણ દિવસ પહેલાં ૧૫.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ, જે આજે ઘટીને ૧૨.૧ ડિગ્રી થઈ ગયું છે. એ સિવાય રાજકોટમાં ૧૩.૫ ડિગ્રી તાપમાન હતું એ ઘટીને આજે ૭.૩ ડિગ્રી એટલે કે, ૬.૨ ડિગ્રી પારો ગગડયો છે. ડીસામાં ૧૪.૮ ડિગ્રી તાપમાન હતું એ ઘટીને ૮.૮ ડિગ્રી, કંડલા એરપોર્ટ પર ૧૫.૨ ડિગ્રી હતી એ ઘટીને આજે ૮.૧ ડિગ્રી તાપમાન થઈ ગયું છે.

માઉન્ટ આબુમાં માઈનસ ત્રણ ડિગ્રી ઠંડીમાં સહેલાણીઓ ધ્રુજી ઉઠ્યા.

રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટઆબુમાં એક અઠવાડીયા બાદ ફરીથી તાપમાનનો પારો ગગડીને માઈનસ ત્રણ ડિગ્રીએ અટક્યો છે. ગુરૂશિખર પર તાપમાનનો પારો માઉન્ટ આબુ કરતાં માઈનસ બે ડિગ્રી નીચું રહે છે. તેના કારણે ગુરૂશિખર પર સવારના સુમારે પાણીમાં બરફના થર જામે છે. માઉન્ટ આબુના પોલોગ્રાઉન્ડમાં પણ બરફના થર જામે છે. જ્યાં સહેલાણીઓ કાશ્મીર જેવી મઝા માણી હતી.

સામાન્ય ઠંડીના કારણે સહેલાણીઓ માઉન્ટ આબુમાં હલકી હલકી ઠંડી વચ્ચે આનંદ અને ઉત્સાહભેર જોવાલાયક સ્થળની મઝા માણી હતી. ત્યારે આજે ફરીથી ઉત્તર બાજુથી આવતા ઠંડા પવનને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તાપમાન માઈનસ ત્રણ ડિગ્રી નોંધાયું છે.

આમ એક અઠવાડીયા બાદ ફરીથી ઠંડીનું જોર વધતા મઝા માણવા આવેલા સહેલાણીઓએ વહેલી સવારે ઠંડીના ચમકારા વચ્ચે સીસકારા સાથે પાણીમાં જામી ગયેલા બરફ અને પોલોગ્રાઉન્ડમાં ઘાસ પર છવાયેલા બરફના કારણે જાણે કાશ્મીરમાં મઝા માણી રહ્યા હોય તેવો આનંદનો લ્હાવો લીધો હતો.

Leave a Reply